Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રૂ. સવા લાખના દારૂ સાથે પકડાયેલ આરોપીઓને જામીન પર છોડવા હુકમ

રાજકોટ તા ૨૧ : ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની ૩૨૪ નંગ બોટલો કિંમત રૂા ૧,૨૫,૨૪૦/- સાથેપકડાયેલ આરોપીઓની જામીન અરજી ને અદાલતે મંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, આ કામના આરોપીઓ (૧) પ્રદિપસિંહ ઉર્ફે પદુભા દીલુભા ગોહિલ, રહે. ગામ સાંગાણીનગર, મુ. રતનપર, તા.જી. રાજકોટ  (ર) મયુરસિંહ ઉર્ફે લાલો નટુભા ગોહિલ, રહે. સાંગાણીનગર, મુ. રતનપર, તા.જી. રાજકોટ મુળ ગામ ઇશ્વરીયા, તા. ગઢડા, જી. બોટાદવાળાને  તા. ૦૭/૦૮/૨૦૧૮ ના  રોજ ગુજરાત રાજયમા ં દારૂ બંધી હોવા છતા સેલવાસ (દાદરાનગર હવેલી) ખાતેથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મહિન્દ્રા પીકઅપ યુટીલીટી રજી.નં. જીજે-૩૩-ટી-૦૫૨૯ વાળી ગાડી લઇ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ. ની  બોટલ નંગ ૩૨૪ કિંમત રૂ. ૧,૨૫,૨૪૦/- લઇ બેટી ગામ પાસેથી ડી.સી.બી. પોલીસે વાહનની તપાસ કરતાં યુટીલીટી વાહનના પાછળના ભાગે પતરાથી ચોર ખાનું મળી આવેલ અને જેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ, જે  ડી.સી.બી. પોલીસના ઓ એ પાસ-પરમીટ કે આધાર વિનાનું હોવાથી ખાત્રી કરી આરોપીઓની ધોરણસર અટક કરેલ.

ત્યારબાદ ડી.સી.બી. પોલીસ દ્વારા આરોપીઓને દિન-૫ ની રીમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરતા, કોર્ટે રીમાન્ડ નામંજુર કરી આરોપીઓને જેલ હવાલે કરેલા ત્યારબાદ આરોપીઓ દ્વારા સેશન્સ અદાલતમાં  રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવેલ. જે જામીન અરજી કર્યા બાદ આરોપીઓના એડવોકેટશ્રી ની દલીલો માન્ય રાખી રાજકોટના સેશન્સ જજ દ્વારા આરોપીઓની  રેગ્યુલર જામીન અરજી મંજુર કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં  આરોપીઓ વતી રાજકોટ ના ધારાશાસ્ત્રી શ્રી મુકુંદસિંહ વી. સરવૈયા, શૈલેષગીરી ક. ગોસ્વામી, પી.બી.ઝાલા, જીનીયશકુમાર  જે. સુવેરા, ગીરીશપુરી એેન. ગોસ્વામી તથા જીતેેન એ. ઠાકર, રચિત એમ. અત્રી (આસીસ્ટન્ટ) રોકાયેલા હતા.

(3:57 pm IST)