Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ફરાળી પેટીસના વેપારીઓ ઉપર આરોગ્ય તંત્ર ત્રાટકયું: ૩૬ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

રાજકોટ :. શ્રાવણ મહિનામાં ફરાળી પેટીસમાં ભેળસેળ રોકવા માટે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે પેટીસ વેચનારા વેપારીને ત્યાં દરોડા પાડી અને કુલ ૧૨ જેટલા પેટીસના વેપારીઓને ત્યાંથી અખાદ્ય કલર, તેલ અને વાસી મસાલાવાળી ૩૬ કિલો પેટીસનો નાશ કરાયો હતો. તેમજ આરોગ્યના નિયમોનું પાલન નહી કરનાર જે.કે. નમકીન (સંત કબીર રોડ), ચામુંડા ડેરી ફાર્મ (સંત કબીર રોડ), બાલાજી ફરસાણ અને ભગવતી ફરસાણ (બ્રાહ્મણીયાપરા રોડ), રામદેવ નાસ્તા સેન્ટર (પેડક રોડ) અને મહાલક્ષ્મી ડેરી કુવાડવા રોડ વગેરેને નોટીસો ફટકારવામાં આવી હતી. ઉપરોકત ચેકીંગની કાર્યવાહી નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ. તસ્વીરમાં પેટીસના વેપારીઓને ત્યાં ચેકીંગ કરી રહેલા અધિકારીઓ નજરે પડે છે.

(3:34 pm IST)