Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

મોટામવાના પૂર્વ સરપંચ મયુર શીંગાળા હત્યા કેસમાં ૯ વર્ષથી જેલમાં રહેલ મહિલા આરોપીની જામીન અરજી રદ

મેડીકલ ગ્રાઉન્ડ સબબ વચગાળાની જામીન અરજી કરેલઃ જામીન આપી શકાય તેમ નથી : કોર્ટ

રાજકોટ તા ૨૧ :  મોટામવા ગામના સરપંચ તથા રાજકીય અગ્રણી મયુર શીંગાળાના ખુનના આરોપસર છેલ્લા નવ વર્ષથસ જેલમાં રહેલ મહિલા આરોપી હંસાબેન ઉર્ફે હિનાબેન ગાંડુભાઇ વકાતરે મેડીકલ ગ્રાઉન્ડસર જામીન પર મુકત થવા કરેલ જામીન અરજી રાજકોટના સેશન્સ જજે ના મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની હક્કિત જોઇએ તો, મોટામવાગામના સરપંચ ગુજરનાર મયુર તળશીભાઇ શીંગાળાનું ખુન તા. ૧૮/૧૧/૨૦૦૯ ના રોજ તેના જ ગામના આરોપીઓ (૧) ગાંડુ ભુરાભાઇ (ર) મહેશ ગાંડુભાઇ (૩મ્ ઉતમ ગાંડુભાઇ (૪) વનુબેન વા/ઓ ગાંડુભાઇ (૫) હંસા ઉર્ફે હેમ ડો/ઓ ગાંડુભાઇ (૬) લતા ઉર્ફે ટીની ડો/ઓ ગાંડુભાઇ (૭) વિનુ ઉર્ફે દેવજીભાઇ પુંજાભાઇ (૮) જયેશ વિનુભાઇ નાઓએ પૂર્વયોજીત કાવત્રુ રચી ગેરકાયદેસર મંડળી બનાવી સમાન હેતુ પાર પાડવા ગુજરનારનું ખુન કરી ગુજરનારના શરીર પરના દાગીના તથા મોબાઇલ સહિતની લુંટ કરી નજરે જોનારા સાહેદોને મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્ણિ પ્રતિકંધીત હથીયારો ધારણ કરી પોલીસ કમિશ્નરશ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો આચર્યા સબંધેની મોટામવાના રહીશ ગુજરનારના ભાઇ ભરત તળશીભાઇ શીંગાળાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુધ્ધ ફરીયાદ નોંધાવેલે

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી હંસા ઉર્ફે હિનાબેન ગાંડુભાઇ વકાતરા દ્વારા તેઓની શારીરીક માંદગી સબબ મેડીકલ ગ્રાઉન્ડસર જામીન પર મુકત થવા રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ.

જામીન અરજીની હકીકતો લક્ષે લેતા હાલના અરજદાર થન સહ આરોપીની સુપ્રિમ કોર્ટમાં પણ અરજી રદ થયેલ હોય, ટ્રાયલ આખરી તબક્કામાં હોય, તેવા સંજોગોમાં વચગાળાના જામીન પર મુકત કરવાથી અરજદાર નાશી જાય તો, ટ્રાયલ વિોંબિત થાય તેમ હોય, જે તમામ સંજોગો ધ્યાને લઇ અરજદારની જામીન અરજી રદ કરતો રાજકોટના એડી.સેશન્સ જજ એચ.એમ.પવારે ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદી ભરત શીંગાળા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા તથા જય પારેડી તથા સ્પે. પી.પી. તરીકેે નિરંજન દફતરી તથા મદદમાં ભાવીન દફતરી, દિનેશ રાવલ રોકાયેલ હતા.

(11:52 am IST)