Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની ૮૦ શાળાનાં ૧૮ હજાર છાત્રો - પ૭ર શિક્ષકોએ યોગદિન ઉજવ્યો

છાત્રોને યોગથી સમજ સાથે તેના ફાયદાઓ પણ સમજાવાયા : ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સંપન્ન

રાજકોટ તા.ર૧ : નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ પ્રા. શાળામાં કાલે સવારે ૭ થી ૯ વિશ્વ યોગ દિવસ અંતર્ગત તમામ શાળાના ધો.પ થી ૮ ના ૧૮ હજારથી વધુ  છાત્રો તથા ૭૪૨ શિક્ષકો યોગ કરીને ભવ્ય ઉજવણી કરી હતી. છાત્રોને યોગની સમજ સાથે તેના ફાયદા સમજાવેલ. કુલ ૮૦ શાળાઓમાં આયોજન કરવામાં આવ્યું હતુ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ગ્રાઉન્ડ ખાતેના આયોજનમાં પણ શાળા નં.૪૪, પ૬, પ૯, ૬૦ અને ૭૪ના છાત્રો અને શિક્ષકો રેસકોર્ષ  ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જોડાયેલ.

સમગ્ર આયોજનમાં શિક્ષણ સમિતિના સદસ્યો સર્વશ્રી મુકેશભાઇ મહેતા, કિરણબેન માંકડિયા, ગૌરવીબેન ધૃવ, અલ્કાબેન કામદાર, ભાવેશભાઇ દેથરીયા, સંજયભાઇ હિરાણી,  જગદીશભાઇ ભોજાણી, કિશોરભાઇ રાઠોડ, ડો. રાજેશભાઇ ત્રિવેદી, રહીમભાઇ સોરા, શરદભાઇ તલસાણીયા, મુકેશભાઇ ચાવડા, ધિરજભાઇ મુંગરાના ન. પ્રા. શિક્ષણ સમિતિ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(4:05 pm IST)