Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

જે.જી.માહુરકર ઓપન રાજકોટ લોન ટેનીસ ટુર્નામેન્ટનો પ્રારંભ

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા કોઠી કમ્પાઉન્ડમાં આજથી પ્રારંભ : ચાર દિવસ ટુર્નામેન્ટ ચાલશે

રાજકોટ : વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના સેક્રેટરી શ્રી હિરેન મહેતાની યાદી મુજબ કોઠી કમ્પાઉન્ડમાં આવેલ ટેનીસના મેદાનમાં મઝદૂર સંઘના સેક્રેટરી અને એનએફઆઈઆરના વાઈસ પ્રેસીડેન્ટ શ્રી જે.જી. માહુરકર ટ્રોફી ઓપન રાજકોટ લોન ટેનીસ ટુર્નામેન્ટનો શુભારંભ અન્ડ-૧૬ બોયઝ દ્વારા કરેલ. આ ટુર્નામેન્ટ ચાર દિવસ ચાલશે. જેમાં અન્ડર-૧૦, ૧૪, ૧૬ અને અન્ડર-૧૬ ગર્લ્સ ગ્રુપના ખેલાડીઓ રમશે.

આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે એસ.એચ. યાદવ (એડીઆરએમ), ડો. રાવત (સીએમએસ), શ્રીવાસ્તવ (એમ.ડીસીએમ), અભિનવ જૈન (એસ.ડીઓએમ), શ્રી શ્રોફ (એસ.આર.ડીઈઈ), શ્રી યાદવ (ડીએમએમ), શ્રી દહામા (એસ.આર. ડીએમઈ), શ્રી પુરોહિત (એસીએમ), વી.પી.ઝાલા (એએમઈ), શ્રી ઉપાધ્યાય (ડીપીઓ) તથા 'અકિલા'ના સીનીયર પત્રકાર અને જીવન કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્કના ડાયરેકટર શ્રી જયદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે ડિવિઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાએ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર બાળકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવેલ કે રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વર્ષમાં બે વખત જૂન અને ડિસેમ્બર મહિનામાં છેલ્લા ૫ વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને ટેનીસ રમનાર બાળકો તથા તેમના વાલીઓનો સારો પ્રતિસાદ ટુર્નામેન્ટને સફળ બનાવે છે.

પ્રાસંગિક વકતવ્ય કરતા શ્રી એસ.એસ.યાદવ (એડીઆરએમ)એ રેલ્વે મઝદૂર સંઘની રાજકોટની આવી વિવિધ પ્રવૃતિઓ માટે હિરેન મહેતા અને તેમની ટીમને અભિનંદન આપેલ તથા આ ટુર્નામેન્ટમાં રમનાર દરેક ભાગ લેનારને શુભેચ્છાઓ આપી કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ ખેલાડીઓ નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવુ છું.

આ ટુર્નામેન્ટ હિરેન મહેતાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જસ્મીન ઓઝા (રેલ્વે કોચ)ની દેખરેખ હેઠળ રમાડવામાં આવશે. જેમાં ૫૫થી વધુ ખેલાડીઓની એન્ટ્રી આવેલ છે એ બધા જ વિવિધ એઈજ ગ્રુપ પ્રમાણે રમશે.

આ કાર્યક્રમનું સંચાલન કરતાં શ્રીમતી અવની ઓઝાએ વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘની વિવિધ પ્રવૃતિઓ જેવી કે બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ, વોલીબોલ ટુર્નામેન્ટ, ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, યોગા કેમ્પ, મેડીકલ ચેકઅપ કેમ્પ, વિવિધ માહિતી સભર કલાસીસ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રેલ્વેના સફળ વિદ્યાર્થીઓનું સન્માન કરવું જેવી અનેક પ્રવૃતિઓ ડબલ્યુઆરએમએસ રેલ પરીવાર માટે કરવામાં આવે છે.

ડબલ્યુઆરએમએસ હંમેશા રેલ કર્મચારીઓના હક્ક અને હિત માટે સંઘર્ષ કરીને સફળતા મજબૂત સંગઠન હોવાનું જણાવાયુ હતું.

આ ટુર્નામેન્ટના ઉદ્દઘાટન સમારોહને સફળ બનાવવા હિરેન મહેતા (મો. ૯૪૨૬૧ ૬૫૨૮૩)ના નેતૃત્વ હેઠળ જસ્મીન ઓઝા, પંકજ છાયાણી, ડી.એસ.શેરાવત, કેતન ભટ્ટી, બીપીન વ્યાસ, વિરેન રાવલ, અતુલભાઈ, ઘનશ્યામભાઈ, મનીષભાઈ, બલદેવભાઈ, એન.પી.રાવલ તથા મહિલા વિંગના અવની ઓઝા, દક્ષાબેન રાવલ, જયશ્રી સોલંકી, ધર્મિષ્ઠા થોરીયા, ધર્મિષ્ઠા પૈજા, ભાવના ગોમે, પુષ્પા ડોડીયા, જેવર ટીંબાણીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:03 pm IST)