Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ન્યુ કોલેજવાડીમાં ૧પ દિ'થી ખોદાયેલો ખાડો અકસ્માત સજર્શેઃ કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ફરીયાદ લખાવ્યા બાદ નિકાલ થઇ ગયાના મેસેજ આવે છે પરંતુ સ્થળ ઉપર પરિસ્થિતિ યથાવતઃ લોકરોષ

રાજકોટઃ શહેરના પોશ વિસ્તાર કાલાવડ રોડ ઉપર આવેલ ન્યુ કોલેજવાડી શેરી નં. ર માં ૧પ દિ' અગાઉ વોટર વર્કસ વિભાગે રસ્તાની બરાબર વચ્ચોવચ્ચ ચોકમાં મોટો ખાડો ખોદયો હતો. આ ખાડો આજે પણ યથાવત છે જેના કારણે ખાડામાં પડી જવાથી ગંભીર અકસ્માતની ભીતી રહેવાસીઓને સતાવી રહી છે. આ અંગે અહીંના જાગૃત નાગરીકો દ્વારા કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ફરીયાદ  નોંધાવવા છતાં આજની તારીખે આ ખાડો ખોદેલી હાલતમાં જ છે. જયારે તંત્ર વાહકો   આ ફરીયાદનો નિકાલ થઇ ગયો છે. એવો મેસેજ આપે છે. આમ તંત્રની આ ઘોર બેદરકારી સામે લોકરોષ જોવા મળે છે અને અકસ્માત સર્જાય તે પહેલા આ ખાડો બુરી નાખવા ઉગ્ર માંગ ઉઠાવાઇ રહી છે. તસ્વીરમાં રસ્તાની વચ્ચોવચ્ચ ખોદેલો ખાડો નજરે પડે છે.

(3:42 pm IST)