Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સ્વાદ સાથે સંગીતનો 'અભિષેક'

અભિષેક તલાટિયાએ સંગીતની સાધના પણ કરી..

રાજકોટ, તા. ર૧ : હોટલ સૂર્યકાન્તના યુવા સંચાલક અભિષેકભાઇ તલાટિયામાં પરિવારની પરંપરાથી સ્વાદની સિદ્ધિ તો  છે જ, પરંતુ સ્વાદ સાથે સંગીત પણ સિદ્ધ થયેલુ છે. અભિષેક કહે છે કે, મેં કયારેય કલાસીસમાં શીખ્યું નથી. ગોડ ગિફટ છે. તબલા-વાસળીમાં વિસારદ કર્યું છે. ઉપરાંત કંઠ પણ ટહુકે છે.

ગયા વર્ષે રાગા ગ્રુપ દ્વારા સ્પેનમાં યોજાયેલા કાર્યક્રમમાં અીભષેક તલાટિયાએ 'ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ..' રચના રજૂ કરી હતી. આવતા વર્ષે સપ્ટેમ્બરમાં સ્વિત્ઝર્લેન્ડમાં કાર્યક્રમ આપવા જનાર છે. ગુજરાતી ભજનો-ગીતોના શબ્દો કંઠસ્થ છે. માતૃભાષાના ગીતો-રચનાઓ જાણવી દરેકે જરૂરી છે.

(3:21 pm IST)