Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે નવીન નગરમાં ૧૭ વર્ષથી વિનામુલ્યે યોગ શીખવે છે અનુબેન ડેડાણીયા

આજે વિશ્વયોગ દિવસ નિમિતે ઠેર-ઠેર યોગના કાર્યક્રમો યોજાયા હતાં. દરમિયાન સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે નવીન નગર હોલ ખાતે છેલ્લા સત્તર વર્ષથી અનુબેન ડેડાણીયા દ્વારા મહિલાઓ નિરોગી રહે તે માટે વિનામુલ્યે યોગ શીખડાવવામાં આવે છે. અનુબેન ત્રણથી ચાર બેચમાં ૪૦૦ થી વધુ બહેનોને દરરોજ યોગ શીખવે છે. મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થાય અને યોગનું મહત્વ સમજે એ હેતુથી નિઃસ્વાર્થભાવે તેઓ યોગ કેન્દ્ર ચલાવે છે. વિશેષ માહિતી માટે ૮૩૨૦૩ ૬૯૨૨૫, ૯૯૯૮૪ ૨૩૮૨૩ ઉપર સંપર્ક કરવા અનુબેને જણાવ્યું છે.

(3:17 pm IST)