Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

કુવાડવા રોડ પરથી વિજય અને પરષોત્તમ ૨૧૬ બોટલ દારૂ ભરેલી બોલેરો સાથે પકડાયા

ક્રાઇમ બ્રાંચના સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને હરદેવસિંહ રાણાની બાતમીઃ ટીમે ચોટીલાના આંકડીયાના બંને શખ્સને પકડી લીધા

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચની ટીમે કુવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપ સામેના રોડ પરથી રૂ. ૮૬૪૦૦નો ૨૧૬ બોટલ દારૂ ભરેલી બોલેરો પીકઅપ નં. જીજે૩એઝેડ-૧૧૯૨ પકડી લઇ બે શખ્સો ચોટીલાના આંકડીયા ગામના વિજય પ્રવિણભાઇ સોલંકી (ઉ.૨૦) તથા પરષોત્તમ ધનજીભાઇ સોલંકી (ઉ.૨૬)ને પકડી લીધા છે. દારૂ અને વાહન તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩,૯૧,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની રાહબરી તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. હરદેવસિંહ રાણા, અજીતસિંહ પમાર, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર પેટ્રોલીંમગાં હતાં ત્યારે સમીરભાઇ, અનિલભાઇ અને હરદેવસિંહની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. આ બંને દારુ કયાંથી ભરી લાવ્યા અને કોને આપવાનો હતો? તે અંગે તપાસ થઇ રહી છે.

(3:12 pm IST)