Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રાજકોટે પીધી તન-મનની તંદુરસ્તીની જડીબુટ્ટીઃ ૬ાા લાખ લોકોનો સામુહીક યોગાભ્યાસ

મ્યુ.કોર્પોરેશન-કલેકટરતંત્ર દ્વારા શહેર-જીલ્લામાં વિશ્વ આરોગ્ય દિવસની ભવ્ય ઉજવણીઃ રેસકોર્ષ મેદાનનાં મુખ્ય કાર્યક્રમમાં મંત્રી જયેશ રાદડીયાની ખાસ ઉપસ્થિતિઃ મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ સહીતનાં પદાધિકારીઓએ યોગાશન કર્યાઃ કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ-મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની સહીતનાં અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયાઃ આરોગ્ય સમીતી ચેરમેન જૈમીન ઠાકર દ્વારા સફળ આયોજન

રાજકોટમાં પાંચ સ્થળોએ સામુહીક યોગાભ્યાસના કાર્યક્રમો સંપન્નઃ મંત્રી-અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતિ: આજે ર૧ જુને વિશ્વ યોગ દિવસ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા શહેરના પાંચ મુખ્ય મેદાન ખાતે સામુહીક યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં મંત્રી તથા અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ હતી તે વખતની તસ્વીરોમાં રેસકોર્ષ, પારડી રોડ, નાનામવા મેદાન, રણછોડદાસ આશ્રમ સામેનું મેદાન વગેરે સહિતના મેદાનોમાં ઉપસ્થિતિ અધિકારીઓ-પદાધિકારીઓ દર્શાય છે જેમાં રેસકોર્ષ ખાતે આર્ટ ઓફ લીવીંગના દિપેકભાઇ પંજાબી તથા તેમના સહયોગીઓ યોગાસનનું નિર્દેશન કરી રહેલા નજરે પડે છે. અન્ય તસ્વીરમાં મેયર બીનાબેન આચાર્ય, મંત્રી જયેશભાઇ રાદડીયા દિપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદઘાટન કરી રહેલા દર્શાય છે તથા યોગાસન દ્વારા યોગાભ્યાસ કરી રહેલા મેયર બીનાબેન આચાર્ય, પુર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મંત્રી જયેશભાઇ રાદડીયા, મ્યુનીસીપલ કમિશ્નર બંછાનીધી પાની, ડીસીપી (ઝોન-ર) મનોહરસિંહ જાડેજા, એસઓજીના આર.વાય.રાવલ, પીઆઇ ઠાકર, પીઆઇ બી.એમ.કાતરીયા, યુવા ભાજપના શૈલેષ ડાંગર, માહીતી ખાતાના દર્શનભાઇ ત્રિવેદી,  રવિકુમાર સૈની, કિર્તીદાનભાઇ ગઢવી (લોકસાહિત્ય કલાકાર), પીઆઇ એસ.એન.ગડુ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ  તથા આ સમગ્ર આયોજન માટે જહેમત ઉઠાવનાર આરોગ્ય સમીતી ચેરમેન જયમીન ઠાકર વગેરે દર્શાય રહયા છે. અન્ય તસ્વીરમાં મહિલાઓએ પણ યોગાભ્યાસ કર્યો હતો. તેમજ યોગાસનના કરતબનું નિર્દેશ ન કરી રહેલી બાળા દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૧:  મ્યુ. કોર્પોરેશન દ્વારા ર૧ જુન વિશ્વ યોગ દિનની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને આજે શહેરના વિવિધ પાંચ સ્થળોએ વિશ્વ યોગ દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં શહેર જીલ્લાનાં અંદાજે ૬ાા લાખ લોકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.તેમજ ૮૦૦ થી વધુ બહેનો અને બાળાઓ દ્વારા પાણીમાં યોગ કરાયા હતા. રેસકોર્સ મેદાનમાં મંત્રી જયેશ રાદડીયાની ખાસ ઉપસ્થિતી હતી.ઙ્ગ

રેસકોર્ષ

રેસકોર્ષ મેદાન ખાતે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કાર્યક્રમના ઇન્ચાર્જ જયમીનભાઇ ઠાકર, ઉપપ્રમુખ મોહનભાઈ વાડોલીયા, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ તેમજ લાગુ વોર્ડ નં.૦૨, ૦૩,૦૭ના કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારો, લત્ત્।ાવાસીઓ, તેમજ જુદી જુદી સંસ્થાઓના સભ્યો વિગેરે ઉપસ્થિત હતા.

નાના મવા

નાનામવા ચોકડી સામેના મેદાન ખાતે ધારાસભ્ય  લાખાભાઈ સાગઠીયા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કાર્યક્રમના ઇન્ચાર્જ રાજુભાઈ અઘેરા તેમજ લાગુ વોર્ડ નં. ૦૮, ૧૧,૧૨,૧૩ના કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારશ્રીઓ, તેમજ લત્ત્।ાવાસીઓ વિગેરે ઉપસ્થિત હતા.

રાજપેલેસ સામેના મેદાન ખાતે

રાજપેલેસ સામેના મેદાન ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા, કાર્યક્રમના ઇન્ચાર્જ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ તેમજ લાગુ વોર્ડ નં. ૦૧,૦૯,૧૦ના કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારશ્રીઓ, તેમજ લત્ત્।ાવાસીઓ  વિગેરે ઉપસ્થિત હતા.

કુવાડવા રોડ  રણછોડદાસજી આશ્રમ સામેના મેદાનમાં

રણછોડદાસજી આશ્રમ સામેના મેદાન ખાતે સાંસદ  મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કાર્યક્રમના ઇન્ચાર્જ મુકેશભાઈ રાદડિયા, તેમજ લાગુ વોર્ડ નં. ૦૪,૦૫,૦૬,૧૫ના કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારશ્રીઓ, તેમજ લત્ત્।ાવાસીઓ ઉપસ્થિત હતા.

પારડી રોડના મેદાનમાં

પારડી રોડ પર આવેલ મેદાન ખાતે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, કાર્યક્રમ ઇન્ચાર્જ વર્ષાબેન રાણપરા તેમજ લાગુ વોર્ડ નં.૧૪,૧૬,૧૭,૧૮ કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારશ્રીઓ, તેમજ લત્ત્।ાવાસીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે

પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે સફાઈ કામદાર, ટેકસી/રીક્ષા એસોસીએશનના સભ્યો, આંગણવાડીના બહેનો, દિવ્યાંગો, સ્ટ્રીટ વિન્ડર, વિગેરે માટે યોગ કાર્યક્રમ યોજાશે. ગાંધી મ્યુઝીયમ ખાતે પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, કાર્યક્રમના ઇન્ચાર્જ શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય સંસ્કૃતિમાં યોગ એક અભિન્ન અંગ છે. યોગથી શરીરમાં ખુબ જ ઉર્જાનો સંચય થાય છે. તેમજ શરીરની તંદુરસ્તી માટે યોગ ખુબ જ જરૂરી છે ત્યારે રાજકોટવાસીઓએ સામૂહિક યોગ કરી અને તંદુરસ્તીની જડ્ડીબુટ્ટી પીધી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોગ કાર્યક્રમની સફળતા માટે મેયર, બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન  ઠાકરે  જહેમત ઉઠાવી હતી.

 

(5:30 pm IST)