Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા સરસ્વતી સન્માન

ધો-૧ થી ગ્રેજયુએશન સુધીના વિદ્યાર્થીઓનું શિલ્ડથી સન્માનઃ ૪૦ હજાર ફુલસ્કેપ નોટબુક અને સ્કુલબેગનું વિતરણ કરાશેઃ નરેન્દ્રભાઇ સોલંકી

 રાજકોટઃ તા.૨૧, ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા અવાર નવાર વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. સમાજના ઉત્થાન માટે તથા યોગ્ય વિકાસ થાય અને સામાજીક, આર્થિક, રાજકીય તથા ધાર્મિક ક્ષેત્રે સમાજના દરેક લોકો સક્ષમ બને તથા વિકસીત બને તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન જ્ઞાતિ સમસ્ત દ્વારા કરવામાં આવતુ હોય છે. ત્યારે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના પ્રમુખ અને ગુજરાત રાજયના ઓબીસી નિગમના ચેરમેન શ્રી નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા આગામી તા.૧૯ ઓગસ્ટના રવિવારના રોજ હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે મેગા સરસ્વતી સન્માન સમારોહનું અને વિનામુલ્યે નોટબુક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ધો-૧ થી લઇને કોલેજ સુધીના જ્ઞાતિ સમસ્તના દરેક વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશો.  આ કાર્યક્રમમાં ઇનામને મળવાપાત્ર ટકાવારીના માપદંડો નીચે પ્રમાણે છે.

 ધો-૧ થી ૪ માં ૯૦%, થી ૫ થી ૭માં ૮૦%, ૮ થી ૯માં ૭૦%, ૧૦-૧૧ અને ૧૨ ૬૫%, ૧૨ સાયન્સમાં ૬૦% માસ્ટર ડિગ્રી ૫૧% ટકાવારી અથવા તો તેનાથી વધારે ટકાવારી હોય તેવા વિદ્યાર્થીઓ ઇનામ તથા નોટબુક મળવાપાત્ર યોગ્ય છે. તેવુ જ્ઞાતિ સમસ્ત દ્વારા સર્વાનુમતે નકકી કરાયું છે.

 આ તમામ ધોરણમાં પ્રથમ ૧ અને ૩ નંબર મેળવશે તે વિદ્યાર્થીને જ્ઞાતિ સમસ્ત દ્વારા શિલ્ડ આપી તેનુ બહુમાન કરવામાં આવશે તથા અન્ય દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે તેવુ જ્ઞાતિ સમસ્ત દ્વારા સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરીને  યુવાનો તથા વડીલોનો સમન્વય કરીને એક સમિતિની રચના સર્વાનુમતે કરવામાં આવેલ છે.

 આ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવા માટેના ફોર્મ જ્ઞાતિ સમસ્તનું કાર્યલય, ગોપીનાથ કોમ્પ્લેક્ષ, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતેથી મેળવી લેવાનું જણાવાયું છે. ફોર્મ વિતરણ તા.૨૨ શુક્રવાર થી ૩૦/૬ શનિવાર સુધીમાં ફકત કાર્યાલય ખાતેથી સવારે ૧૦ થી ૧૨ તથા સાંજે ૫ થી ૭ સુધીમાંં જ મળશે. ત્યારબાદ કોઇને પણ કોઇપણ સંજોગોમાં ફોર્મ મળશે નહિ તેથી ખાસ નોંધ લેવી દરેક વિદ્યાર્થીએ ફોર્મ લેવા આવે ત્યારે પોતાની અલગ માર્કશીટ કાર્યાલયમાં સાથે રાખવાની રહેશેે. તેઓને જ ફોર્મ મળશે. ફોર્મ ભરીને પરત જ્ઞાતિ સમસ્તના કાર્યાલય ખાતે તા.૧/૭ રવિવારથી ૨૦/૭ શુક્રવાર સુધીમાં આપી જવાના રહેશે. ત્યારબાદ કોઇપણ વિદ્યાર્થીનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ તેથી તેની ખાસ નોંધ લેવી વધુમાં જ્ઞાતિ સમસ્ત દ્વારા જણાવવાનું છે કે કાર્યક્રમના દિવસે એટલે કે તા.૧૯ રવિવારના રોજ પણ દરેક વિદ્યાર્થીઓએ હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે બપોરે ૨ કલાક સુધીમાં હાજર રહેવુ ૨:૩૦ વાગ્યા પછી આવનાર વિદ્યાર્થીઓને કોઇપણ સંજોગોમાં કોઇપણ કાર્યક્રમમાં પ્રવેશ મળશે નહિ તેની ખાસ નોંધ લેવી.

 શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ  સમસ્તના પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા જણાવાયું હતુ કે કડીયા જ્ઞાતિના દિકરા-દિકરાઓની અંદર શિક્ષણનો વ્યાપ વધે તેની હાલના સંજોગોમાં ખુબજ જરૂર છે. શિક્ષણ દરેક સમાજમાં તેમજ ઓબીસી, એસ.સી, એસ.ટી. સમાજમાં પણ શિક્ષણની ખુબજ આવશ્યકતાઓ છે. વિદ્યાર્થી દિકરા-દિકરીઓની અંદર શિક્ષણનો વ્યાપ વધતા જ તેઓની પોતાની વિચાર શકિત અલગથી ખીલી ઉઠશે. વધારેમાં વધારે દિકરા-દિકરીઓને પ્રોત્સાહન મળે તેના માટે ઇનામોની બોછાર કરવા માટે પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા આહવાન કરવામાં આવેલુ હતું.

વિદ્યાર્થીઓ માટે અગત્યની માહિતી

 * ફોર્મ મેળવવાનો સમયગાળો તા.૨૨/૬, શુક્રવારથી ૩૦/૬ શનિવાર.

* ફોર્મ લેવા આવતા સમયે અસલ માર્કશીટ ફરજીયાત સાથે રાખવાની રહેશે.

*  ફોર્મ ભરીને પરત તા.૧/૭ રવિવાર થી ૨૦/૭ શુક્રવાર સુધીમાં જ્ઞાતિ સમસ્તના કાર્યાલય પર પહોંચાડવા

* નકકી થયેલ તારીખ ત્યારબાદ કોઇપણ સંજોગોમાં ફોર્મ આપવામાં કે પરત લેવામાં આવશે નહિ.

* કાર્યાલયનો સમય સવારે ૧૦ થી ૧૨, સાંજે ૫ થી ૭.

 * કાર્યાલયના દિવસે તા.૧૯ રવિવારના રોજ હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે બપોરેના ૨ વાગ્યા સુધીમાં હાજર રહેવુ ૨:૩૦ વાગ્યા બાદ કોઇપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહિ આવે જેની ખાસ નોંધ લેવી.

* દરેક વિદ્યાર્થીને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જ્ઞાતિ સમસ્તના પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ સોલંકીની ખાસ અપીલ.

(4:21 pm IST)