Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકના રોજમદાર કર્મચારીઓને ૭માં પગારપંચનો લાભ આપો

૨૦ દિ'માં પ્રશ્નનો ઉકેલ લાવો નહિતર પ્રતિક ઉપવાસ આંદોલનની ચિમકી

રાજકોટ,તા.૨૧: ગુ.પા.પુ. અને ગટરવ્ય.બોર્ડ હસ્તકના તમામ રોજમદાર/ વ.ચા.કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મળવાપાત્ર થાય છે કે જેઓને છઠ્ઠાપગારપંચનો લાભ મળેલ છે. પરંતુ સરકારશ્રીની ઢીલી નિતીને કારણે હજુ સુધી સાતમાંપંચનો લાભ આપવામાં આવતો નથી અન્ય સરકારી તથા બોર્ડ નિગમો જેવાકે આર.એન્ડ બી. સિંચાઈ વિભાગ, સરદાર સરોવર નિગમ કે જે ગુજરાત જળસંપતિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ નીચે આવેલ છે. આ બોર્ડ ગુજરાત પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ પણ ગુ.જ.અને પા.પુ. અને ક.વિભાગ હેઠળ આવેલ છે. આ ઉપરાંત ગુ.મેરી ટાઈમ બોર્ડના રોજમદાર તેમજ વર્કચાર્જ કર્મચારીઓને સાતમું પગારપંચ સરકારશ્રીએ આપેલ છે.

આ અગાઉ છઠ્ઠુ પગારપંચ મળી ગયેલ છે. આ નિમણુંક ૧૭/૧૦/૮૮ પહેલાની હોય અને અગાઉનું છઠ્ઠુ પગારપંચ મળેલ હોય જેથી સાતમુ પગારપંચ મળતા લાયક છે. જેની અગાઉ પગારપંચ મળવા લાયક છે જેની અગાઉ વખતો વખત રજુઆત કરવા છતાં પણ અન્યાય થતો હોય જેથી હવે ૨૦ દિવસમાં પગારપંચનો અમલ કરવામાં નહીં આવેતો ગાંધી ચીંદયા માર્ગ પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાનો ગુજરાત રાજય પાણી પુરવઠા કર્મચારી મંડળે ચીમકી આપી છે.

તસ્વીરમાં મંડળના પ્રમુખ અશોકભાઈ જે.મહેતા, ઉપપ્રમુખ હનીફભાઈ હા.સંધી, મંત્રી મુકેશભાઈ દવે, ખજાનચી અંબરભાઈ રાજપરા, સેમરાજસિંહ જાડેજા, એસ.બી.જાડેજા, જુણેજા ઈસ્માઈલ એ., ચેતન ડી. દવે, ભાણજીભાઈ અને હિમાશું પંડ્યા નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:09 pm IST)