Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

કરો યોગા-યોગા...શહેર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણીઃ મિસીસ ગહલૌત પણ જોડાયા

પોલીસ હેડકવાર્ટ ખાતે સવારે ૬:૩૦ થી ૮:૩૦ સુધી આર્ટ ઓફ લિવીંગના સથવારે યોજાયેલા યોગામાં ત્રણ સ્કૂલના છાત્રો પણ સામેલ થયા

. આજે વિશ્વ યોગ દિવસની ઠેર-ઠેર ઉજવણી થઇ હતી. જેમાં શહેર પોલીસ દ્વારા પણ પોલીસ હેડકવાર્ટર ખાતે સવારે સાડા છ થી સાડા આઠ સુધી આર્ટ ઓફ લિવીંગ સંસ્થાના સહયોગથી યોગા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર પોલીસના જોઇન્ટ પોલીસ કમિશ્નર દિપક એસ. ભટ્ટ, ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, એડી. ડીસીપી હર્ષદ મહેતા, ટ્રાફિક બ્રાંચના એસીપી જે. કે. ઝાલા તથા તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર્સ અને પીએસઆઇ તથા કર્મચારીઓ જોડાયા હતાં. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત બહાર હોઇ મિસીસ ગહલૌત જોડાયા હતાં અને યોગ કર્યા હતાં. યોગ દિવસની ઉજવણીના આ કાર્યક્રમાં સરસ્વતિ શીશુ વિદ્યા મંદિર સહિત ત્રણ શાળાના બાળકો પણ સામેલ થયા હતાં અને બે કલાક સુધી યોગ કર્યા હતાં. આર્ટ ઓફ લિવીંગ સંસ્થાના યોગ નિરીક્ષકોએ સૂર્ય નમસ્કાર તથા અન્ય યોગ કરાવ્યા હતાં. તસ્વીરોમાં આર્ટ ઓફ લિવીંગના યોગ શિક્ષકો તથા બાજુમાં પી.આઇ. એસ. એન. ગડુ, પી.આઇ. એચ.આર ભાટુ, પી.આઇ. બી. એમ. કાતરીયા, પી.આઇ. એ. આર. મોડીયા તથા મહિલા પોલીસ અધિકારીઓ અને નીચેની તસ્વીરમાં મિસીસ ગહલૌત, જોઇન્ટ પોલીસ કમિશ્નર દિપક એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, એડી. ડીસીપી હર્ષદ મહેતા તથા બાજુની અન્ય તસ્વીરોમાં યોગ કરતાં પોલીસ કર્મચારીઓ તથા સ્કૂલના છાત્રો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:02 pm IST)