Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

વન્ડર ચેસ કલબ દ્વારા શનિ-રવિ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન

૯ થી ૧૭ વર્ષ એમ અલગ-અલગ કેટેગરીઃ કુલ ૪૦ ઇનામો

રાજકોટઃ તા.૨૧, આગામી તા.૨૩ તથા ૨૪ જુનના રોજ નચિકેતા સ્કુલમાં વન્ડર ચેસ કલબ દ્વારા ચેસ ટુર્નામેન્ટનું આયોજન રાખેલ છે. જે અંતગર્ત ઓપન કેટેગરીની ટુર્નામેંટ શનિવારે ૧ વાગ્યાથી શરૂ થશે. આયોજન ૨૪મીના રવિવારે સવારે ૮:૩૦થી રાખેલ છે.

 આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે કુલ હજાર કેશ પ્રાઇઝ-પ્રથમ ઇનામ ૬ હજાર તથા બાળકો માટે ટ્રોફિ-ચેસ સેટ-મેડલ ચેસબુક રાખેલ છે. ઓપન કેટેગરીમાં કુલ ૨૦ ઇનામો તથા અન્ય કેટેગરીમાં કુલ ૪૦ ઇનામો રાખેલ છે. ચેસનું પધ્ધતિ મુજબ વધુ સારી તૈયારી કરી શકે તે માટે વન્ડર ચેસ કલબ દ્વારા બાળકોને ચેસ બુકનું પણ વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

 આ ટુર્નામેન્ટમાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિપાની, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતિનભાઇ ભારદ્વાજ નચિકેતા સ્કુલિંગ સિસ્ટમના ચેરમેન શ્રી સાંઇરામ દવે, કેમ્પસ ડિરેકટર અમિતભાઇ દવે, પી. પ્રભુદાસ એંજિનયરીંગના ડીરેકટર જીમીભાઇ દક્ષિણી, સંવેદના હાઇટ્સના ચેરમેન રાજેશભાઇ દફતરી, યુ-ટર્ન સ્પેકટેકલ્સ મોલના ચેરમેન ઉમેશભાઇ શેઠ, નાગરીક બેંકના ડિરેકટરસ, અક્ષરદિપ ગ્રુપ ઓફ કંપનીસના ડીરેકટર ચેતનભાઇ વિઠલપરા, ગેસફોર્ડ યેસ કલબના પ્રેસિડન્ટ નટુભાઇ સોલંકી હાજરી આપશે. ચીફ આરબીટર તરીકે જય ડોડીયા સેવા પ્રદાન કરશે.  વધુ માહિતી  તથા વોટસએપ નામ નોંધણી માટે ગૌરવ ત્રિવેદી ૯૯૧૩૫૮૯૨૦૮, કિશોરસિંહ જેઠવા ૯૯૨૫૨ ૪૮૨૫૧, અભયભાઇ કામદાર ૭૯૮૪૮૪૨૬૨૫ ફોર્મ સ્વીકારવાનું સ્થળઃ ગેસફોર્ડ ચેસ કલબ કિરીટ પાન, જોયલુકાસ શોરૂમ સામે યાજ્ઞિક રોડ રાજકોટ વન્ડર ચેસ કલબ ૨૧૨/૨૧૩ ડેકોરા સ્કંવર સાધુવાસવાણી  મેઇન રોડ, રાજકોટ (તસ્વીરઃ અશોક બગથરીયા

(3:53 pm IST)