Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

બેડી યાર્ડમાં મગફળી વિભાગમાં ત્રીજા દિવસે પણ મજુરોની હડતાળ યથાવત

રાજકોટઃ બેડી (રાજકોટ)માર્કેટ યાર્ડના મગફળી વિભાગમાં મજુરીના દર વધારવાની માંગણી સામે મજુરોની હડતાલ ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. મજુરોની હડતાલના કારણે મગફળીની હરરાજી ઠપ્પ  થઇ ગઇ છે. મજુરો દ્વારા મજુરીના દર હાલમાં પ રૂ. છે તે ૬ રૂ. કરવા માંગણી કરાઇ છે. જો કે હાલમાં મગફળીની આવકો સાવ ઓછી હોય મજુરોની માંગણી સંદર્ભે યાર્ડના સંચાલકો આંખ આડા કાન કરી રહયા છે. તસ્વીરમાં યાર્ડના મજુરો નજરે પડે છે. નીચેની તસ્વીરમાં મગફળીનો પડતર જથ્થો દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૪)

(3:44 pm IST)