Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભોમેશ્વરવાડીમાંથી ૧૭ બોટલ દારૂ કબ્જેઃ નિશાર ઉર્ફ ચંગાની શોધ

રાજકોટ તા. ૨૧: ભોમેશ્વરવાડીમાં પ્ર.નગર પોલીસે દરોડો પાડી મુસ્લિમ શખ્સનો ૧૭ બોટલ દારૂ કબ્જે લીધો છે. તે ભાગી ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

પી.આઇ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગર, કોન્સ. મહેશભાઇ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે રાત્રે એક વાગ્યે બાતમી મળતાં ભોમેશ્વર વાડી-૩માં દરોડો પાડતાં રૂ. ૫૧૦૦નો ૧૭ બોટલ દારૂ મળતાં કબ્જે કર્યો હતો. આ દારૂ નિશાર ઉર્ફ ચંગો સિરાજુદ્દીન શેખનો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

(1:30 pm IST)