Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રાજકોટ ડેરી કેન્ટીન લી.ની વાર્ષિકસભાઃ વ્યવસ્થાપક કમીટી બીનહરીફ જાહેર

રાજકોટ,તા.૨૧: શ્રી રાજકોટ સહકારી ડેરી કેન્ટીન લી.૫૩ મી વાર્ષિક સાધારણ સભા રાજકોટ ડેરીના ઈન્ચાર્જ મેનેજીંગ ડિરેકટર દિલીપભાઈ હિરપરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમા વ્યવસ્થાપક કમીટી બિનહરીફ ચુંટાયેલ જાહેર કરવામાં આવેલ હતી.

ત્યારબાદ પ્રથમ કારોબારી સમિતિની બેઠક મળતા પ્રમુખશ્રીની ચુંટણી કરતા હરભમભાઈ એ.લેખીલનો વિજય થયેલ હતો અને ઉપ-પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠોડ, માનદ્દમંત્રી તરીકે વિપુલભાઈ બીનહરિફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ક્રેડિટ સોસાયટી પ્રમુખ રમેશભાઈ સાંગાણીએ શુભેચ્છા પાઠવેલ હતી. સભાસદનું સંચાલન અને આભારવિધિ લક્ષ્મણભાઈ ગોંડલિયાએ કરેલ હતું.

(1:29 pm IST)