Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સર્વે શન્તુ સુખિન... સર્વ શન્તુ નિરામય

રાજકોટ યોગમય : રપ હજાર લોકોએ એકસાથે યોગિક ઉર્જાનો સંચાર કર્યો...

યોગની આત્માની શુદ્ધિ અને તંદુરસ્તની પ્રાપ્ત થાય છે : મેયર બીનાબેન આચાર્ય : રેસ્કોર્ષમાં નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાના હસ્તે દિપ પ્રાગટય : ૩૦૦થી વધુ દિવ્યાંગોએ સાંકેતિક યોગસન કર્યા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વડીયો સંદેશો : ખેલમહાકુંભના વિજેતા સ્પર્ધકોનું સન્માન

રાજકોટમાં સામુહીક યોગાસનો કરી વિશ્વ દિનની ઉજવણીઃ રાજકોટઃ સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલી અદ્વિતીય ભેટ સમાન વિશ્વ યોગ દિન નિમિતે મ્યુનિ. કોર્પોરેશન અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં પાંચ સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાયા હતા. શહેરીજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. રેસકોર્ષ ખાતે માધવરાય સિંધીયા ક્રિકેટ મેદાનમાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની વિશેષ ઉપસ્થિતિમાં અને મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષતામાં યોગાભ્યાસ કરાયો હતો. કાર્યક્રમમાં મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, કલેકટર રાહુલ ગુપ્તા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, ડે. મેયર અશ્વીનભાઇ મોલીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશીષ વાગડીયા, શહેર ભાજ પ્રમુખ કમલેશ મીરાણી, પુર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, ુર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજય પરમાર,  બાંધકામ સમીતી ચેરમેન મનીષભાઇ રાડીયા, આરોગ્ય સમીતી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણી, પુર્વ ડે. મેયર ડો.દર્શીતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા સહીતના પદાધિકારીઓ, અધિકારીઓ, હોદેદારો તથા શહેરીજનો શહેરના વિવિધ પાંચ સ્થળોએ યોજાયેલ યોગ કાર્યક્રમમાં યોગાભ્યાસ કરતા તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૧ :.. આજે વિશ્વ યોગદિને સમગ્ર વિશ્વમાં યોગ કાર્યક્રમો યોજાયા હતાં. ભારતભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત લાખો દેશવાસીઓએ સવારે ૬.૪પ વાગ્યાથી એકી સાથે યોગાભ્યાસનાં કાર્યક્રમોમાં જોડાયા હતાં. ત્યારે રાજકોટમાં પણ રેસકોર્ષ, નાના મૌવા સર્કલ, કુવાડવા રોડ, પારડી રોડ સહિતનાં વિસ્તારોનાં જાહેર મેદાનોમાં એકી સાથે રપ હજારથી વધુ શહેરીજનોએ યોગાશનો કરી અને સામુહિક રીતે યોગીક ઉર્જાનો સંચય કરી અને 'સર્વે શન્તુ સુખિતઃ, સર્વે શન્તુ રિામયઃ' ની ભાવના ઉજાગર કરી હતી.

આજે યોજાયેલ વિશ્વ યોગદિનની ઉજવણીનાં યોગ અભ્યાસનાં કાર્યક્રમમાં રેસકોર્ષ ખાતે ખાસ ઉપસ્થિત રહેલા મંત્રી જયેશભાઇ રાદડીયાએ દિપ પ્રાગટય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

જયારે કાર્યક્રમનાં અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યએ જણાવેલ કે યોગથી શહેરની તંદુરસ્તી સાથે આત્માની શુધ્ધી પણ થાય છે માટે દરરોજ યોગ અભ્યાસ કરવો જોઇએ.

આ પ્રસંગે મ્યુનિસીપલ કમીશનર બી. એન. પાનીએ કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. તેમાં ખેલમહાકુંભમાં વિજેતા સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યુ હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિડીયો સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આર્ટ ઓફ લિવીંગ સંસ્થાના સ્વયંસેવકોએ ઉપસ્થિતોને હળવા યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવ્યું હતું.  આસનોની સરળ સમજ અને નિદર્શન સાથે લોકોને યોગ અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું. યોગાસનોના નિદર્શનનું અનુસરણ કરતા લોકોએ તે ક્રિયાઓ કરી હતી. આસનો અને પ્રાણાયમ બાદ અંતમાં ધ્યાન ધરવામાં આવ્યું હતું.

યોગદિનની આ સામુહિક ઉજવણીમાં ૩૦૦ થી વધુ દિવ્યાંગો જોડાયા હતાં. કેટલાક દિવ્યાંગોએ તો એમના વાહન ઉપર બેસીને હળવા આસનો કર્યા હતાં. બધીરો માટે સાંકેતિક પરિભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા,સ્ટેન્ડીગ ચેરમેન ઉદયભાઇ કાનગડ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશીષ વાગડીયાના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની શાનદાર ઉજવણી રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા કરાયેલ શહેરના રેસકોર્સ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, નાના મવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, રાજ પેલેસ સામેનું મેદાન(સાધુ વાસવાણી રોડ), રણછોડદાસ આશ્રમ સામેનું ગ્રાઉન્ડ, પારડી રોડ પર કોમ્યુનિટી હોલ પાસે આવેલ મેદાન ખાતે આજે સવારના ૬.૩૦ વાગ્યે થી ૭.૩૦ વાગ્યા સુધી શહેરના બહોળી સંખ્યામાં યુવાનો-યુવતીઓ, મહિલાઓ, સીનીયર સીટીજન, તબીબો, ઉદ્યોગપતિઓ સહિતના વિવિધ ક્ષેત્રના નાગરિકો તેમજ  યોગાપ્રેમીઓ દ્વારા યોગાભ્યાસ કરાયો હતો.

 જેમાં રેસકોર્સ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ અને પારડી રોડ ખાતે આર્ટ ઓફ લિવિંગ, નાના મવા ખાતે તેમજ રાજ પેલેસ સામેનું મેદાન(સાધુ વાસવાણી રોડ)ખાતે પતંજલી તથા કુવાડવા રોડ ,આશ્રમના (રણછોડદાસબાપુ)વંડા ખાતે ઓમ શાંતિ સહિતની સંસ્થાના માર્ગદર્શન હેઠળ કુલ આશરે ૧૨,૫૦૦ જેટલા પુરુષો તથા મહિલાઓ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા.

રાજકોટના યોગ કાર્યક્રમમાં વિપક્ષ  કોંગ્રેસનાં એક પણ આગેવાન જોડાયા નહીં

રાજકોટ, તા. ર :  આજે વિશ્વ યોગ દિવસે રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાંચ સ્થળોએ યોગ અભ્યાસનાં સામુહિક કાર્યક્રમો યોજાયા હતાં જેમાં શાસક પક્ષ ભાજપના આગેવાનો કોર્પોરેટર-પદાધિકારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા જયારે વિપક્ષ કોંગ્રેસનાં એક પણ આગેવાનો નહીં જોડાતાં આ બાબતે વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠિયાનો સંપર્ક સાધતા તેઓએ યોગ કાર્યક્રમ અંગે શાસક પક્ષ વિપક્ષને કોઇ સત્તાવાર જાણ નહીંૈ કરાયા'તો આક્ષેપ કર્યો હતો અને આ કારણોસર તેઓ યોગ કાર્યક્રમમાં જોડાયા નહીં હોવાનું તેઓએ જણાવેલ.

પદાધિકારીઓ-હોદ્દેદારોએ યોગ કાર્યક્રમમાં જોડાયા

સ્થળ

પદાધિકારીઓ-હોદ્દેદારો

રેસકોર્ષ મેદાન (સેન્ટલ ઝોન)

જયેશભાઇ રાદડિયા, બીનાબેન આર્ચા્ય, દેવાંગભાઇ માંકડ, નરેન્દ્રસિંહ  ઠાકુર, અજયભાઇ પરમાર, મનીષભાઇર ાડીયા, દર્શિતાબેન શાહ, જયમીનભાઇ ઠાકર, આશિષભાઇ વાગડિયા, મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાની, કલેકટર રાહુલ ગુપ્તા, ડી.ડી.ઓ. અનિલભાઇ

નાનામવા ચોકડી, મલ્ટી એકટીવીટી

વિજયાબેન વાછાણી, જયાબેન ડાંગર

સેન્ટર ાસમેનું મેદાન (વેસ્ટ ઝોન)

 

રણછોડદાસજી આશ્રમ સામેનું મેદાન

અરવિંદભાઇ રૈયાણી, અશ્વિનભાઇ મોલિયા, દલસુખભાઇ જાગાણી, કુવાડવા રોડ લાગુ (ઇસ્ટ ઝોન) કિશોરભાઇ રાઠોડ, મુકેશભાઇ રાદડીયા, પરેશભાઇ પીપળીયા, પ્રીતીબેન પનાર

પારડી રોડ, આર.એમ.સી. કોમ્લેક્ષ

ઉદયભાઇ કાનગડ, જૈમનભાઇ ઉપાધ્યાય, જીતુભાઇ કોઠારી, અનિતાબેન ગોસ્વામી

પાસેનું મેદાન (ઇસ્ટ ઝોન)

 

રાજ પેલેસ સામેનું મેદાન, સાધુ,

કમલેશભાઇ મીરાણી, લાખાભાઇ સાગઠીયા, પુષ્કરભાઇ પટેલ, અશ્વિનભાઇ વાસવાણી રોડ  ભોરણીયા, બાબુભાઇ આહીર, અંજનાબેન મોરજરીયા, શિલ્પાબેન જાવીયા, રૂપાબેન શીલુ, જયોત્સનાબેન ઠીલાળા 

(12:05 pm IST)