Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સીટી બસના બસ સ્ટોપમાં ગેરકાયદે બેનરો-જાહેરાતોના ચિતરામણાઃ કોંગ્રેસ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન સંચાલીત સીટી બસના બસ સ્ટોપમાં ગેરકાયદે બેનરો અને જાહેરાતોના હોર્ડીંગ્સ લાગી ગયા છે તેને તાત્કાલીક દૂર કરવા કોંગ્રેસના કોર્પોરેટર દિલીપ આસવાણી, પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા, મોહનભાઈ સોજીત્રા, સરલાબેન પાટડિયા, ભાવેશ પટેલ, જ્યોતિબેન માઢક, જગદીશભાઈ સોલંકી, હંસાબેન સાપરિયા સહિતના કોંગી આગેવાનોએ મ્યુ. કમિશ્નરને ફોટોગ્રાફના પુરાવા સાથે રજૂઆત કરી હતી. તસ્વીરમાં બસ સ્ટોપમા થયેલ જાહેરાતોના ચિતરામણા નજરે પડે છે.

 

(4:14 pm IST)