Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ગઇકાલે ૧ દિ'માં જ ૪૦ CCTVમાં કેદ : કેકેવી ચોકમાં સૌથી વધુ ૨૫ વ્યકિતઓને ઇ-મેમો

જાહેર સ્થળોએ પાન - ફાકી થૂંકનારા વાહન ચાલકો સામે કાર્યવાહી : ૪ દિ'માં ૧૧૬ થૂંકબાજો ઝડપાયા

રાજકોટ તા. ૨૧ :  શહેરના રાજમાર્ગો ઉપર જ્યાં ત્યાં પાન-મસાલાઓ થૂંકી અને ગંદકી ફેલાવનારાઓ સામે આજથી દંડ ફટકારવાની કાર્યવાહીનો ઐતિહાસિક પ્રારંભ થયો છે. જે અંતર્ગત તા. ૧૭થી ૨૦ મે એટલે કે છેલ્લા ૪ દિવસમાં કુલ ૧૧૬ વ્યકિતઓ રસ્તા પર પાનની પીચકારી મારતા સીસીટીવી કેમેરામાં કેદ થતા તમામને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ ગઇકાલે તા. ૨૦ના ૧ દિવસમાં જ ૪૦ વ્યકિતઓ પાન થૂંકતા ઝડપાયા હતા.

રાજકોટ શહેરમાં જાહેરમાર્ગો, જોવાલાયક સ્થળો, બાગ-બગીચા વિગેરે સ્થળોએ સંપુર્ણ સ્વચ્છતા જળવાઇ રહે તેમજ સ્વચ્છતા બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે તેવા શુભ આશયથી રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં વસતા તમામ નાગરિકો તેમજ શહેરની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓ જોગ એક જાહેરનામાં દ્વારા,પાન-માવા-ફાકી-ગુટખાનું સેવન કરી જાહેરમાં ચાલુ વાહને થૂંકવા પર પ્રતિબંધ ફરમાવેલ જે અનુસંધાને તારીખ : ૧૭ થી ૨૦ સુધીમાં ૧૧૬ વાહન ચાલકોને સીસીટીવીમાં કેદ થયેલ વાહન નંબરના આધારે ઇ-મેમો મોકલવામાં આવ્યા.

 જાહેર સ્થળ પર થૂંકનાર વાહન માલિક સી.સી.ટી.વી. કેમેરામાં તસવીર સાથે જણાયેલ અને તેની વાહન નંબર દ્વારા માલિકનું નામ અને સરનામું મેળવી તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા, જેમાં કે.કે.વી. ચોકથી, નાનામવા સર્કલથી, કાન્તા સ્ત્રી વિકાસ ચોકમાં ૧૦ અને ઢેબર ચોકથી સોજીત્રાનગર, શ્રોફ રોડ, સોરઠીયા વાડી, મક્કમ ચોક, જામટાવર, કેકેવી ચોકમાં સૌથી વધુ ૨૫ વ્યકિતઓ, નાનામવા-૧૫, ભકિતનગર, દેવપરા, હનુમાનમઢી, ગેબનશાહપીર, ફારૂકી મસ્જીદ, પેડક રોડ વગેરે સહિત ૨૮ જાહેર ચોકમાં પાન - ફાકીની પીચકારી મારનારાઓને ઝડપી લેવાયા હતા.

આ વિષયમાં વાત કરતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ શહેરમાં જુદા-જુદાં સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા રાખવામાં આવેલ છે. જેનું મોનીટરીંગ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર ખાતે કરવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે હવેથી ચાલુ કારે, ચાલુ બાઇક કે કોઇ પણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા કે જાહેર સ્થળ પર થૂંકનાર કે પાન-માવા-ફાકીની પિચકારી મારનાર કે ગુટકાનો ચોળેલો મસાલો કે અન્ય કચરો ફેકનાર કોઇ પણ નાગરીક સી.સી.ટી.વી કેમેરામાં ઝડપાશે તો તેના ઉપરથી વાહનના માલિકને તેમના ઘરે પ્રથમ વખત રૂ.૨૫૦ તથા બીજી વખત રૂ.૫૦૦ તથા બે વખતથી વધારે રૂ.૭૫૦ નો ઇ-મેમો મોકલવામાં આવશે. આ ઇ-મેમો મળતા વાહન માલિકોએ દિવસ-૭(સાત)ની અંદર ઇ-મેમાની રકમ નજીકની વોર્ડ ઓફીસ અથવા સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરવાની રહેશે. જો આ રકમ ભરપાઇ કરવામાં ન આવે તો સેનેટરી ઇન્સપેકટર મારફત રૂ.૧૦૦૦ની રકમ રૂબરૂ વસુલ કરવામાં આવશે.

 આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે ધી જી.પી.એમ.સી.એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(4:01 pm IST)
  • સેન્સેકસ-નીફટીએ સવારનો સુધારો બપોરે ગુમાવ્યો : મુંબઇ : શેરબજારમાં આજે સવારે તેજી હતી પણ બપોરે એકાએક વેચવાલી વધતા બજાર પટકાયું : ર-૧પ કલાકે સેન્સેકસ ર૩૬ પોઇન્ટ ઘટીને ૩૯૧૧૬ અને નીફટી ૮૧ પોઇન્ટ ઘટીને ૧૧૭૪૬ ઉપર ટ્રેડ કરે છે : ડોલર સામે રૂપિયો ૬૯.૭૪ ઉપર છે access_time 3:32 pm IST

  • ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળેલ પાકિસ્તાનને ફટકો :700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’: પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો: કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાની ધારણાએ મોટા પાયે ખોદકામ કર્યું :કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. access_time 12:42 am IST

  • ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !:નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST