Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

'તારી બીમારી છુપાવી છે, અમે ઓપરેશનના પૈસા નહિ આપીએઃ હીના ત્રિવેદીને સાસરિયાનો ત્રાસ

કિર્તીધામ સોસાયટીની પરિણીતાની ફરિયાદઃ પતિ મોહીત સાસુ લતા, નણંદ શીતલ તથા માસીજી સોનલ સામે ગુનો

રાજકોટ તા.૨૧: જંગલેશ્વર ભવાની ચોક પાસે કિર્તીધામ સોસાયટીમાં સાસરીયુ ધરાવતી વિપુ પરિણીતાને ઘરકામ બાબતે તથા તેની બીમારીનો ખર્ચ નહી આપવાનું કહી પતિ,સાસુ,નણંદ અને માસીજી સાસુ ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી કુંજ રોડ છત્રપતી શિવાજી ટાઉનશીપ ઇ/૨૦૨ આવાસ યોજના કવાર્ટર રેલનગર ખાતે માવતરે અઢી માસથી રીસામણે આવેલ હિના મોહીત ત્રિવેદી (ઉ.વ.૨૮)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતાના ગતતા.૫-૨-૨૦૧૮ના રોજ જંગલેશ્વર ભવાની ચોક કિર્તીધામ સોસાયટી શેરી નં.૨માં રહેતા મોહીત ભરતભાઇ ત્રીવેદી સાથે લગ્ન થયા હતા. લગ્નબાદ પતિ મોહીત, સાસુ લતાબેન, સસરા ભરતભાઇ સાથે સંયુકત પરિવાર સાથે રહેતી હતી. લગ્ન બાદ ચારેક મહિના આ લોકોએ સારીરિતે રાખેલ પરંતુ પોતાને છાતીમાં દુઃખાવો થતા પોતે પતિ સાથે ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા તબીબે કહેલ છે 'તમને વાલની બીમારી છે તેનુ ઓપરેશન કરાવુ પડશે' તેમ કહ્યુ હતુ. આ બીમારી વિશે પતિને તે દિવસેજ ખબર પડી હતી પોતે ઘરે ગયેલ ત્યારે નણંદ શીતલ રાજકોટ સાસરે હોઇ તેથી શનિ-રવી અમારા ઘરે આવતી હતી અને પતિ અને સાસુને તે મારા વિશે ઘરકામ તથા કરિયાવર બાબતે ચઢામણી કરતી હતી તેમજ સાસુ અને નણંદને બિમારી વિશે ખબાર પડતા કહેતા કે' તે તારી બીમારી વિશે અમારાથી છુપુ રાખેલ છે' કહી મેણા ટોણા મારી ગાળો આપતા હતા અને પોતાને ઓપરેશન કરાવવુ પડેતેમ હોઇ જે બાબતે પોતે પતિને પૈસા બાબતે કંઇ વાતચીત, કરેતો તે ઝઘડો કરવા લાગતા અને ઓપરેશનના પૈસા હું નહી આપુ' તારા બાપને કહે પૈસા આપે જમાઇને તો પૈસા આપવાના જ હોય 'અને અમારી જ્ઞાતીની છોકરી સાથે લગ્ન કર્યા હોત તો ઘણુ કરિયાવર લાવી હોત તેમ કહિ મને ગાળો આપતા અને આ માંદીને શું રાખી છે'     એના માવતરે મોકલી દે' તેમ કહી મેણા ટોણા મારતા હતા તેમજ પતિએ મોબાઇલમાં મારા નામનુ આઇડી ફેસબુક પર બનાવી ભગીરથસિંહ જાડેજા નામના વ્યકિત સાથે વાતો કરે છે. અને તારે આની સાથે લફરૂ છે તેમ કહી ચારીત્ર્યપર શંકા કરી શારિરીક માનસીક ત્રાસ આપતા હતા આ અંગે પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન.બી ડાંગરે તપાસ હાથ ધરી છે.

(3:23 pm IST)
  • ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !:નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST

  • આણંદના ઉમરેઠમાં ડુબી જવાથી ૪ જાનૈયાના મોત : આણંદના ઉમરેઠમાં મહિસાગર નદીમાં ન્હાવા ગયેલા પાંચ માંથી ચારના મોતઃ ઉમરેઠ પ્રતાપપુરા ગામની ઘટનાઃ એક બાળક અને ત્રણ મહિલાના મોત નિપજયા access_time 3:10 pm IST

  • આણંદમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : ૬ના મોત : ૧૦ થી વધુ ઘાયલ : આંકલવાવ તાલુકાના ગંભીરા ગામ પાસે ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત : ૬ વ્યકિતએ ઘટનાસ્થળે દમ તોડ્યો : ૧૦થી વધુને ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડાયા access_time 4:57 pm IST