Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

પોલીસ હેડકવાર્ટર તાલિમ ભવન ખાતે રોજગાર લક્ષી સંમેલન યોજાયું

રાજકોટઃ પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્ર સાર્થક કરવા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી અવાર-નવાર જુદા-જુદા કાર્યક્રમો યોજે છે. તે અંતર્ગત આજે પોલીસ હેડકવાર્ટરના તાલિમ ભવન ખાતે એક રોજગાર લક્ષી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી સિધ્ધાર્થ ખત્રીએ મહત્વનું માર્ગદર્શન ઉપસ્થિત ભાઇઓ-બહેનોને આપ્યું હતું. તેમજ જુદી-જુદી સામાજીક સંસ્થાના મહિલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. મહિલા પી.આઇ. એસ.આર. પટેલ પણ હાજર રહ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:05 pm IST)