Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

પત્નિ અને સગીર પુત્રીઓના ભરણપોષણના ચુકાદા સામે પતિએ કરેલ રીવીઝન નામંજુર

રાજકોટ તા ૨૧ : અત્રેના નયનાબેન રાજેશભાઇ રાઠોડે પોતાની તેમજ પોતાની ત્રણે સગીર પુત્રીઓની ભરણપોષણની અરજી પોતાના પતિ રાજેશભાઇ મંગાભાઇ રાઠોડ સામે ગુજરતા જે પડધરી કોર્ટે અંશતઃ મંજુર કરી રૂા ૬૧૦૦/- દર મહીને નિયમીત પણે ચુકવવાનો હુકમ  ફરમાવેલ જે હુકમથી નારાજ થઇ રાજેશભાઇ મંગાભાઇ રાઠોડે રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી ગુજારી ભરણપોષણની રકમ રૂ ૩,૦૦૦/- કરી આપવા અરજ કરેલ જે રીવીઝન અરજી નામંજુર કરેલ છે.

આ બનાવની હકીકત એવી છે કે, રમેશભાઇ મંગાભાઇ રાઠોડ રહે. બજરંગ પરા પોલીસ સ્ટેશન પાસે, મુ. બીલખા જિ. જુનાગઢવાળા સામે તેમના પત્ની નયનાબેેને પોતાની તથા ત્રણેય સગીર પુત્રીઓને તેઓના પતિ હેરાન કરતા હોય અને પોતાને મારકુટ કરતા હોય અને ત્રાસ આપીને કાઢી મુકેલ હોય જેથી પડધરી કોર્ટે પુરાવો લીધા બાદ મૅજુર કરી નયનાબેનને માસિક રૂા ૨૫૦૦/- અને ત્રણેય સગીર પુત્રીઓને રૂા ૧૨૦૦/,૧૨૦૦/- મળી કુલ રૂા ૬૧૦૦/- મંજુર કરેલે

રાજેશભાઇ મંગાભાઇ રાઠોડ કે જેઓ બીલખા ગમપંચાયતમાં નોકરી કરીને મહિને ૬૦૦૦/- કમાતા હોય જેથીપોતાની પાસે કોઇજ પોતાના ભરણ પોષણ પેટેની રકમ રહે નહીં અને પોતાની આવક કરતા ભરણ પોષણની જાવક વધી જતી હોય તેમ પડધરી કોર્ટના જયુ.મેજી. કોર્ટના હુકમથી નારાજ થઇ રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રીવીઝન અરજી ગુજારેલી.

અરજદાર તથા સામાવાળાના તરફે રજુઆત સાંભળી અરજદાર પતિની પોતાની પત્ની નયનાબેન તથા ત્રણેય સગીર પુત્રીઓની નૈતિક જવાબદારી હોવા છતાં તેમાં બાંધ છોડ કરી શકાય નહિં અને એબલ બોડીના સિધધાંતોની દલીલો પત્નિ તરફે કરવામાં આવેલ હોય તેધ્યાનમાં લઇ તેમના તરફે તેમના એડવોકેટ શ્રી અમિત એસ.ભગત દ્વારા કરવામાં આવેલ દલીલો માન્ય રાખી રાજકોટના સેશન્સ કોર્ટે સામાવાળા પતિ રાજેશ મંગાભાઇ રાઠોડે ગુજારેલ રીવીઝન અરજી ના મંજુર કરેલ છે.

આ કામમાં પત્નિ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અમિત એસ. ભગત, આનંદકુમાર ડી.સદાવ્રતિ તથા ધર્મેન્દ્ર ડી. બરવાડીયા રોકાયેલા હતા.

(4:40 pm IST)