News of Monday, 21st May 2018

વિડીયો : શાપરમાં આવેલી રાદડિયા ઈન્ડસ્ટ્રી પાસે કચરો ફેકવા જેવી નજીવી બાબતે દલિત દંપતીને ઢોરમાર મરાતા મુકેશ વાણીયા નામના યુવક નું સ્થળ પર મોત : પત્નીને ગંભીર ઈજાઓ સાથે હોસ્પીટલમાં ખસેડાઈ : સમગ્ર ઘટના cctvમાં થી કેદ : વિડીયો થયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ

કારખાનાના માલિક અને તેના કામદારો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં

રાજકોટઃ રાજકોટની શાપર (વેરાવળ) ઈન્ડસ્ટ્રીમાં કચરો ફેંકવા જેવી નજીવી બાબતે ચાર વ્યક્તિઓએ ભેગા થઈ કથિત દલિત યુવાનને બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર રાજકોટની શાપર ઈન્ડસ્ટ્રીમાં આવેલી રાદડિયા ઈન્ડસ્ટ્રી નજીક કચરો ફેંકતા યુવાન મુકેશ વાણીયા અને તેની પત્નીને ક્રુરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. જેથી યુવકનું મોત થયું હતું. જ્યારે તેની પત્નીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

રાજકોટના શાપર વેરાવળમાં આવેલી રાદડિયા ઈન્ડસ્ટ્રી નજીક 35 વર્ષીય યુવાન અને તેની પત્નીએ કચરો ફેંકતાં હતાં. આ દરમિયાન કારખાનાના માલિક અને તેના કામદારો દ્વારા ચોરી કરવાના આક્ષેપ સાથે યુવાન અને તેની પત્નીને ઢોરમાર મરાયો હતો. બેરહેમીપૂર્વક માર મારતાં યુવકે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેનો વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે બે વ્યક્તિઓ પાઈપ દ્વારા યુવકને ફટકારી રહ્યાં છે અને યુવક પોતાને છોડી મૂકવા માટે આજીજી કરી રહ્યો છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેની પત્નીની ફરિયાદના આધારે કારખાનાના માલિક અને તેના કામદારો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

 

(6:57 am IST)
  • રાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST

  • ધોરણ 10ના રીઝલ્ટની તમામ તારીખો ખોટી : બોર્ડ દ્વારા એક પણ તારીખ જાહેર નથી કરાઈ હોવાની સ્પષ્ટતા : ૨૩ મે ના દિવસે પરીક્ષા સમીતીની બેઠક મળશે : બેઠક બાદ જાહેર કરાશે સાચી તારીખ : પાંચ પ્રકારની પ્રક્રિયા બાદ માર્કશીટ બનતી હોય છે : માર્કશીટ તૈયાર થયા પછી જ જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામના ૩ દિવસ પહેલા જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામની તારીખોને લઈને વાલીઓ ગેરમાન્યતામાં ન આવે તેવી કરાઈ અપીલ access_time 6:44 pm IST

  • આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અને યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST