Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

આધાર -પાનકાર્ડ લીંક કરવા રૂા.૧ હજારની ફી શા માટે તે જાહેર કરોઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ, તા., ૨૧:  જસદણના પુર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પુર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, થોડા સમય પહ ેલા મતદાન કાર્ડ-આધારકાર્ડ લીંક કરવાની કામગીરી પુરી થઇ છે. હાલમાં આધારકાર્ડ-પાનકાર્ડ લીંકઅપ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આધારકાર્ડમાં જન્‍મ તારીખ ન હોવાથી કાર્ડ લીંક થઇ શકતા નથી જેથી મામ. ઓફીસે ધક્કા ખાવા પડે છે. રૂા. ૧૦૦૦ઓનલાઇન ભરવામાં પણ હેરાનગતી થાય છે. લાઇનમાં ઉભુ રહેવુ પડે છે. આ રૂા. ૧૦૦૦ શાના માટે લેવાય છે. તેમજ લીંક અપ કરવાની શું ફી લેવાની છે તેની સ્‍પષ્‍ટતા થાય એવી આમજનતાની માંગણી છે. બંને કાર્ડ લીંક કરવાનું શું પ્રયોજન કે કારણ છે તેના કોઇ લાભાલાભ હોય તો સરકારમાં બેઠેલા મહાનુભાવો કે ધારાસભ્‍યો આ બાબતે જાણકારી આપે અપેક્ષા રાખવામાં આવે છે. હેરાનગતીની પણ કોઇક હદ હોવી જોઇએ.

સરકારની દરેક પ્રકારની કામગીરીની માહીતી દૈનિક પેપરમાં આપવામાં આવે છે એ રીતે જાહેરાતના રૂપમાં આ લીંકઅપની શું ઉપયોગીતા છે એ વિષે સરકાર જણાવે એ જરૂરી છે. નોટબંધી વખતની હેરાનગતી, જુદા જુદા કાર્ડ માટે સમયનો બગાડ માસ્‍કના દંડમાંથી ઉગર્યા ત્‍યાં આ રૂા. ૧૦૦૦નો ચાંદલો ગણો કે જે ગણવું હોય તે ગણો. આ વારંવારની વ્‍યવસ્‍થાથી થાકી જવા છતાં કોઇ બોલવા, રજુઆત કરવા કે આવક મેળવવા માટેની જ જો વ્‍યવસ્‍થા હોય તો ઉત્‍સવો, ઉદઘાટનો, ખાતમુહુર્ત કે જાહેરાતો વિગેરેના બીન જરૂરી ખર્ચમાં ઘટાડો કે કરકસર કરવાનું કેમ થઇ શકતુ નથી એ સમજાતુ નથી.

વિશેષમાં જાણવા મળે છે કે તા. ૧ લી એપ્રિલ પછીથી કાર્ડ લીંક કરવા માટે રૂા. ૧૦,૦૦૦ દંડ થશે. અજાણતા કે માહીતી વગર મોડુ  થાય તો એવો કયો ભયંકર ગુનો બને છે. જેના કારણે આવડી મોટી રકમ વસુલવાની થાય. સરકાર મા-બાપ ગણાય છે. પરંતુ સ્‍વપ્નામાં આવે અને નિર્ણયો કરવાના થાય એ કોઇ પણ સંજોગોમાં વ્‍યાજબી નથી અને સમય મર્યાદા વધારવી જરૂરી છે તેમ ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

 

(4:45 pm IST)