Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

પાણી બચાવો પ્રવૃતિ બદલ સન્‍માન

નીલ અને વ્રીતીકા વોટર સેવિંગ પ્રોજેકટ્‍સ-નીલ વ્રીતીકા છેલ્લા ૪ થી ૫ વર્ષથી પાણી પર સંશોધનો અને પ્રોજેકટ બનાવે છે. ગ્રાઉન્‍ડ લેવલ પર વર્ક કરે છે. તેઓ ઘણા સમયથી સ્‍કૂલો, સભાઓ, જાહેર પ્રોગ્રામ્‍સ વગેરેમાં જઇ લોકોને રેઇન વોટર હાર્વેસ્‍ંિટગ વિશે સમજાવે છે. આને અનુલક્ષીને તાજેતરમાં ‘રઘુવંશી ફ્રેંડ્‍સ લેડીસ ક્‍લબ' આયોજિત એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું. ‘વર્ડ વોટર ડે'ની ઉજવણીના આ કાર્યક્રમમાં ‘પાણી બચાવો અભિયાન' ચલાવતા બાળ વૈજ્ઞાનિકો નીલ અને વ્રીતીકાનું સન્‍માન અને સ્‍પીચ રાખવામાં આવેલ. ‘પાણી બચાવો' પર અનેક વિચારો રજુ કરવામાં આવ્‍યા. કાર્યક્રમમાં ડેપ્‍યુટી મેયર દર્શિતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળાએ ઉપસ્‍થિત રહી અભિનંદન પાઠવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ‘રઘુવંશી ફ્રેંડ્‍સ ક્‍લબ પ્રસિડેન્‍ટ' જાગૃતિબેન દ્વારા કરવામાં આવ્‍યું.

(3:56 pm IST)