Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

એલોટેડ પાર્કિંગની ૩૭ એક્રેલિક પ્‍લેટો તોડી ત્રણ ઓફિસધારકે મેનેજરને ધમકી દીધી

૧૫૦ ફુટ રીંગ રોડ પર આરકે પ્રાઇમ-૨ બિલ્‍ડીંગમાં બનાવ : નુકસાની કર્યા અંગે બિલ્‍ડીંગની જવાબદારી સંભાળતા મેનેજર રાકેશભાઇએ ત્રણેયને સમજાવતાં માથાકુટ કર્યાની પોલીસ ફરિયાદ

રાજકોટ તા. ૨૧: દોઢસો ફુટ રીંગ રોડ બાલાજી હોલ સામે આરકે પ્રાઇમ-૨ બિલ્‍ડીંગમાં એલોટેડ પાર્કિંગની એક્રેલિક પ્‍લેટો કાઢી નુકસાન કરનારા આ બિલ્‍ડીંગના ત્રણ ઓફિસ ધારકોને સમજાવવા જતાં બિલ્‍ડીંગની જાળવણીની જવાબદારી ધરાવતાં મેનેજર યુવાનને ગાળો દઇ મારી નાખવાની ધમકી અપાતાં વાત પોલીસ સુધી પહોંચી છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે  ગાંધીગ્રામ રામાપીર ચોકડીએ ધરમનગર આવાસ ક્‍વાર્ટર ૬૨૮ બ્‍લોક નં. ૨૧માં રહેતાં અન. ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ સામે આવેલ આરકે પ્રાઇમ-૨ નામની બિલ્‍ડીંગમાં મેનેજર તરીકે નોકરી કરતાં રાકેશભાઇ વલ્લભભાઇ પરમાર (ઉ.૪૦)ની ફરિયાદ પરથી આ બિલ્‍ડીગમાં ઓફિસ ધરાવતાં સુરેશ બલદાણીયા, ચંદ્રેશ કપુપરા તથા વિજય માથુકીયા વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરી છે.

રાકેશભાઇ પરમારે જણાવ્‍યું છે કે આરકે પ્રાઇમ બિલ્‍ડીંગમાં હુંમેનેજર તરીકે નોકરી કરતો હોઇ આ સમગ્ર બિલ્‍ડીંગની જાળવણીની જવાબદારી મારી હોય છે. તા. ૨૦/૩ના હું સવારે નવ વાગ્‍યે નોકરીએ પહોંચ્‍યો હતો. સાંજે પાંચેક વાગ્‍યે બિલ્‍ડીંગને ચેક કરતો હતો ત્‍યારે બેઝમેન્‍ટ-૧ તથા બેઝમેન્‍ટ-૨માં એલોટેડ પાર્કિંગની એક્રેલીક પ્‍લેટો હતો તે બંને બેઝમેન્‍ટમાંથી આશરે ૩૭ જેટલી એક્રેલીક પ્‍લેટો કાઢી નુકસાન કરવામાં આવ્‍યાનું જણાઇ આવ્‍યું હતું.

આ ખવતે ત્‍યાં હાજર બિલ્‍ડીંગમાં સાતમા માળે ૭૦૭ નંબરની ઓફિસના માલિક સુરેશભાઇ બલદાણીયા તથા છઠ્ઠા માળની ઓફિસ નં. ૬૦૭ના માલિક ચંદ્રેશભાઇ કપુપરા અને બીજા માળની ઓફિસ નં. ૨૧૧ના માલિક વિજજયભાઇ માથુકીયાએ ભેગા મળી બંને બેઝમેન્‍ટની પ્‍લોટો કાઢીની નેકૃાન કર્યાનું મને જાણવા મળ્‍યું હતું. સિક્‍યુરીટી કેશુભાઇ અને કિરીટભાઇ પણ હાજર હતાં. નુકસાન બાબતે તેઓએ આ ત્રણેયને પુછતાં ત્રણેયએ જેમ ફાવે તેમ ગાળો દઇ તું આ મેટરમાં વચ્‍ચે ન પડ, જો તું વચ્‍ચે પડીશ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી.

આ પછી મેં આરકે પ્રાઇમ-૨ના તમામ ઓફિસ ધારકોને જાણ કરી હતી. વધુ ઝઘડો થવાની બીક લાગતાં સિક્‍યુરીટી ઇન્‍ચાર્જ પુનિત શશીકાંતભાઇને જાણ કરતાં તેમણે ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. ત્રણ ઓફિસધારકોએ એલોટેડ પાર્કિંગની પ્‍લેટો કાઢી નુકસાન કર્યુ હોઇ તે બાબતે સમજાવવા જતાં ત્રણેયએ ગાળો દઇ ધમકી આપી હતી. તેમ  વધુમાં રાકેશભાઇએ જણાવતાં માલવીયાનગરના એએસઆઇ કે. યુ. વાળાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:54 pm IST)