Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગુરૂવારથી વિરપુર(જલારામ)માં સાદરાણી પરિવાર દ્વારા ભાગવત કથા-અલૌકીક માળા પહેરામણી

આપણુ સાદરાણી પરિવાર-નંદાલય બની જશે... આપણે સૌ અબાલવૃધ્‍ધ નર-નારી, દિકરા-દિકરી, વહુ ગોવાળ બની જઇએ અને પ્રભુને આવકારીએ... :વ્‍યાસાસને સોમનાથવાળા પ.પૂ. બાપજી મહારાજઃ વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશેઃ આયોજક મનોજભાઇ સાદરાણી સહિત પરિવારજનો ‘અકિલા'ના આંગણે

અકિલા' કાર્યાલય ખાતે અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ પાઠવતા મુળ નાની મોણપરી હાલ સેલવાસ નિવાસી શ્રી લાલા રઘુવંશી રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ કેટરીંગ અને સ્‍વીટ નમકીનના વેપારી મનોજભાઇ ચીમનલાલ સાદરાણી તેમની પુત્રી ઉમાક્ષી પુત્ર ઉતમ તથા વિરપુરના સંદિપભાઇ સાદરાણી તેમજ જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોશી સહિતના નજરે પડે છે.

 (વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૧ : પવિત્ર યાત્રાધામ પૂ. જલારામબાપાનું દિવ્‍યધામ વિરપુર (જલારામ) ખાતે મૂળ નાની મોણપરી હાલ સીલ્‍વાસા સાદરાણી પરિવાર દ્વારા તા. ૨૩થી તા. ૨૯ માર્ચ સુધી શ્રીમદ્‌ ભાગવદ સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ તથા અલૌકીક માળા પહેરામણી મનોરથનું આયોજન કરાયું છે. જેનું આમંત્રણ સાદરાણી પરિવારના મનોજભાઇ સાદરાણી તથા તેમના પુત્રી અને પુત્રએ અકિલા' કાર્યાલય ખાતે અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ પાઠવ્‍યું હતું અને ધર્મોત્‍સવની વિગતો વર્ણવી હતી.

અકિલા કાર્યાલય ખાતે ઉપસ્‍થિત સાદરાણી પરિવારના સભ્‍યોએ જણાવ્‍યું હતું કે, પુ. જલારામબાપા અને શ્રીનાથજીબાવાની કૃપાથી પૂ. જલારામબાપાની કર્મભૂમિ વિરપુર (જલારામ)માં તા. ૨૩ થી તા. ૨૯ સુધી ગૌ.વા. ત્રિભોવનભાઇ કલ્‍યાણજીભાઇ સાદરાણી તથા સમસ્‍ત પિતૃઓના આત્‍મકલ્‍યાણ અર્થે શ્રીમદ્‌ ભાગવદ સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ તથા અલૌકીક માળા પહેરામણી મનોરથ યોજાશે. આ મહોત્‍સવમાં ગોંડલ શ્રી રામજી મંદિરના પ.પૂ. જયરામદાસજી મહારાજ તથા અનેક સંતો-મહંતો પધરામણી કરીને આશિર્વાદ પાઠવશે.

શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહના વ્‍યાસાસને શ્રી બાપજી (સોમનાથવાળા) બિરાજીને કથાનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન દરરોજ બપોરે ૩ થી સાંજના ૬.૪૫ વાગ્‍યા સુધી કરાવશે.

ગાયત્રી મંદિર, રેલ્‍વે સ્‍ટેશન રોડ, વિરપુર (જલારામ) ખાતે આયોજીત શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞમાં તા. ૨૩ને ગુરૂવારે સવારે ૭ વાગ્‍યે હેમાદ્રી, સવારે ૮ વાગ્‍યે પિતૃપૂજા તથા તા. ૨૩ને ગુરૂવારે સાંજે ૪ વાગ્‍યે કાંતિલાલ નાનાલાલ સાદરાણીના નિવાસસ્‍થાનેથી પોથીયાત્રા નીકળશે અને કથા સ્‍થળ તરફ પ્રયાણ કરશે.

જ્‍યારે તા. ૨૫-૩-૨૩નાં સાંજે ૪ વાગ્‍યે શ્રી કપીલ જન્‍મોત્‍સવ, તા. ૨૫-૩-૨૩ના સાંજે ૫ વાગ્‍યે શ્રી નૃસિંહ પ્રાગટય, તા. ૨૬-૩-૨૩ના બપોરે ૩.૩૦ વાગ્‍યે વામન અવતાર, સાંજે ૫ વાગ્‍યે શ્રીરામ જન્‍મોત્‍સવ, સાંજે ૬ વાગ્‍યે શ્રીકૃષ્‍ણ જન્‍મ મહોત્‍સવ ઉજવાશે.

તા. ૨૭-૩-૨૩ના સાંજે ૬ વાગ્‍યે ગોવર્ધન મહોત્‍સવ, તા. ૨૮અ૩-૨૩ના સાંજે ૬ વાગ્‍યે રૂક્ષ્મણી વિવાહ તથા તા. ૨૯-૩-૨૩ના સાંજે ૫ વાગ્‍યે શ્રી પરિક્ષીત મોક્ષ તથા સાંજે ૬ વાગ્‍યે શ્રીકથા વિરામ લેશે.

અલૌકીક માળા પહેરામણી તા. ૨૯-૩-૨૩ને બુધવારે સાંજે ૭ વાગ્‍યે યોજાશે. જેની વધુ માહિતી માટે રવિરાય સાદરાણી (મો. ૯૦૧૬૫ ૪૬૬૦૪) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

સુક્ષ્મ મનોરથ ગૌ.વા. પરમાણંદભાઇ મુળજીભાઇ સાદરાણી, ગૌ.વા. હેમકુવરબા પરમાણંદભાઇ સાદરાણી, ગૌ.વા. કાન્‍તીભાઇ નાનાલાલ સાદરાણી, ગૌ.વા. મંછાબા કાન્‍તીલાલ સાદરાણી, ગૌ.વા. ગુણવંતરાય કાન્‍તીલાલ સાદરાણી, ગૌ.વા. પુષ્‍પાબા ચીમનલાલ સાદરાણી, ગૌ.વા. હંસાબેન સગુણરાય સાદરાણી પરિવાર છે.

ગૌ.વા. ત્રિભોવનભાઇ કલ્‍યાણજીભાઇ સાદરાણી, ગૌ.વા. મુળજીભાઇ ત્રિભોવનભાઇ સાદરાણી, ગૌ.વા. વલ્લભજીભાઇ ત્રિભોવનભાઇ સાદરાણી, ગૌ.વા. નાનાલાલ ત્રિભોવનભાઇ સાદરાણી, ગૌ.વા. મંગળજીભાઇ ત્રિભોવનભાઇ સાદરાણી, ગૌ.વા. વસંતજીભાઇ ત્રિભોવનભાઇ સાદરાણી, ગૌ.વા. પરમાણભાઇ મુળજીભાઇ સાદરાણી, ગૌ.વા. હેમકુંવરબા પરમાણંદભાઇ સાદરાણી, ગૌ.વા. કાન્‍તીલાલ નાનાલાલ સાદરાણી, ગૌ.વા. મંછાબા કાન્‍તીલાલ સાદરાણી, ગૌ.વા. મથુરાદાસ વલ્લભજીભાઇ સાદરાણી, ગૌ.વા. હેમકુંવરબા મથુરદાસ સાદરાણી, ચીમનલાલ મંગળજીભાઇ સાદરાણી, ગૌ.વા. પુષ્‍પાબા ચીમનલાલ સાદરાણી, ગૌ.વા. છોટાલાલ મંગળજીભાઇ સાદરાણી, ગં.સ્‍વ. દમયંતીબેન છોટાલાલ સાદરાણી, જેન્‍તીભાઇ મંગળજીભાઇ સાદરાણી, ગૌ.વા. મંજુલાબેન જેન્‍તીભાઇ સાદરાણી, છબીલદાસ મંગળજીભાઇ સાદરાણી, અ.સૌ. ધનલક્ષ્મીબેન છબીલદાસ સાદરાણી, ગૌ.વ. ગુણવંતરાય કાન્‍તીલાલ સાદરાણી, ગં.સ્‍વ. બીનાબેન ગુણવંતરાય સાદરાણી, સગુણરાય ચીમનલાલ સાદરાણી, સ્‍વ. હંસાબેન સગુણરાય સાદરાણી પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

કથાના મુખ્‍ય યજમાન રસીકભાઇ કાન્‍તીલાલ સાદરાણી, અ.સૌ. નયનાબેન રસીકભાઇ સાદરાણી, ઘનશ્‍યામભાઇ કાન્‍તીલાલ સાદરાણી, અ.સૌ. કિરણબેન ઘનશ્‍યામભાઇ સાદરાણી, દિલીપભાઇ કાન્‍તીલાલ સાદરાણી, અ.સૌ. છાયાબેન દિલીપભાઇ સાદરાણી, મનોજભાઇ ચીમનલાલ સાદરાણી, અ.સૌ. રેખાબેન મનોજભાઇ સાદરાણી, જીજ્ઞેશભાઇ સગુણરાય સાદરાણી, અ.સૌ. દર્શનાબેન જીજ્ઞેશભાઇ સાદરાણી છે.

આપના આગમનના અભિલાષી રવિરાય ગુણવંતરાય સાદરાણી, અ.સૌ. ડોલીબેન રવિરાય સાદરાણી, સંદિપભાઇ રસીકભાઇ સાદરાણી, અ.સૌ. દિપાલીબેન સંદિપભાઇ સાદરાણી, હાર્દિકભાઇ સગુણરાય સાદરાણી, અ.સૌ. જાનવીબેન હાર્દિકભાઇ સાદરાણી, નિખીલભાઇ ઘનશ્‍યામભાઇ સાદરાણી, અ.સૌ. ડિંકીબેન નિખીલભાઇ સાદરાણી, ઉત્તમભાઇ મનોજભાઇ સાદરાણી, ડો. અક્ષયભાઇ રસિકભાઇ સાદરાણી, ઉત્તમભાઇ દિલીપભાઇ સાદરાણી, હર્ષિલભાઇ ઘનશ્‍યામભાઇ સાદરાણી, ધ્રુવલભાઇ દિલીપભાઇ સાદરાણી પરિવાર છે.

મોંઘેરા મહેમાન અ.સૌ. મધુબેન પ્રતાપકુમાર નથવાણી, અ.સૌ. અમિષાબેન નિખીલકુમાર ગઢીયા, અ.સૌ. દક્ષાબેન દિપકકુમાર પોપટ, અ.સૌ. પુજાબેન ચિરાગકુમાર લાખાણી પરિવાર છે. ઉર્વશી, ઉમાંક્ષી, મિસરી, તક્ષ, જીયાન, ક્રિશા, જય, મોહિત, દક્ષ, જેનિલ સહિતનાએ આમંત્રણ પાઠવ્‍યું છે.

વ્‍યવસાયિક પ્રતિષ્‍ઠાન શ્રી લાલા રઘુવંશી રેસ્‍ટોરન્‍ટ, કેટરર્સ - સ્‍વીટ - નમકીન સીલ્‍વાસા (દાદરાનગર હવેલી), ભવાની સ્‍વીટ માર્ટ, રઘુવંશી સ્‍વીટ માર્ટ, જલારામ ફેશન વિરપુર (જલારામ), મધુર સ્‍વીટ એન્‍ડ નમકીન - યોગી ચોક સુરત, મધુર સ્‍વીટ એન્‍ડ નમકીન ઉતરાણ સુરત છે.

ભાગવત ગંગા એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ જામનગર દ્વારા સંચાલીત જલારામ અન્‍નક્ષેત્ર જામનગરમાં શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞમાં થનાર રકમ અર્પણ કરાશે. જેનું કાર્યાલય, લાલવાડી હાપા યાર્ડ રોડ, જામનગર મો. ૮૭૩૪૯ ૪૫૩૪૯, મો. ૭૭૩૮૧ ૧૭૮૦૯ છે.

અકિલા' કાર્યાલયે મુળ નાની મોણપરી હાલ દાદરાનગર હવેલીના સીલ્‍વાસા સ્‍થિત શ્રી લાલા રઘુવંશી રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ કેટરીંગ અને સ્‍વીટ - નમકીનના વેપારી મનોજભાઇ ચીમનલાલ સાદરાણી તેમના પુત્રી ઉમાક્ષી, પુત્ર ઉત્તર તથા વિરપુરના સંદિપભાઇ સાદરાણી, જુનાગઢના અકિલા'ના પત્રકાર વિનુભાઇ જોશી ઉપસ્‍થિત રહ્યા હતા.

આ ભાગવત કથાનું વિરપુરધામ ફેસબુક પેઇજ ઉપર લાઇવ પ્રસારણ કરાશે. ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા ગૌ.વા. કાન્‍તીલાલ નાનાલાલ સાદરાણી, ચીમનલાલ મંગળજીભાઇ સાદરાણી પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.(

(11:29 am IST)