Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કાળીપાટ પાસે ટ્રીપલ અકસ્‍માતઃ બે મોત

મીની બસ, અલ્‍ટો કાર અને સાન્‍ટ્રો કાર અથડાયાઃ બસ ડિવાઇડર પર ચડી જઇ ઉંધી વળી ગઇઃ બસમાં બેઠેલા બે યુવાને દમ તો્‌ડયો મૃત્‍યુ પામનાર પૈકી એક યુવાન ઉમરાળીના મનોજભાઇ પ્રભાતભાઇ જળુ (આહિર) હોવાનું ખુલ્‍યું છેઃ બે માસ પહેલા જ લગ્ન થયા હતાં: પરિવારમાં કલ્‍પાંત: મૃતક બીજો યુવક વાંકાનેરના અનિરૂધ્ધ ગોવિંદભાઇ ચાવડા (દલીત) હોવાનું ખુલ્યું

તસ્‍વીરમાં બૂકડો થઇ ગયેલા ત્રણેય વાહનો અને બે યુવાનના મૃતદેહ જોઇ શકાય છે

 

રાજકોટ તા. ૨૧: રાજકોટ-ભાવનગર હાઇવે પર બપોરે મીની બસ અને બે કાર વચ્‍ચે ત્રિપલ અકસ્‍માત સર્જાતા બસ રોડ ડિવાઇડર પર ચડી ઉંધી વળી જતાં બે યુવાનના ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્‍યા છે. જ્‍યારે પાંચ-છ લોકોને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટથી જસદણ તરફ જઇ રહેલી મીની (ટૂકડો) બસ નં. જીજે૩વાય-૭૭૪ અને સાન્‍ટ્રો કાર જીજે૩ડીજી-૧૦૨૬ તથા જીજે૩જેએલ-૬૮૧૮ વચ્‍ચે અકસ્‍માત સર્જાતા મીની બસ રોડ ડિવાઇડર પર ચડી જઇ ઉંધી વળી જતાં દેકારો બોલી ગયો હતો. બસમાં બેઠેલા પૈકી બે વ્‍યક્‍તિના ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યા છે. અન્‍ય ઇજાગ્રસ્‍તોને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. રાઠવા, પંકજભાઇ દિક્ષીત, વિપુલભાઇ રબારી સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચ્‍યો છે અને તપાસ હાથ ધરી છે. મૃત્‍યુ પામનાર બંને યુવાન વયના છે. ઇજાગ્રસ્‍તોને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. અકસ્‍માતમાં બસ અને બંને કારમાં ભારે નુકસાન થયું છે. કારમાં બેઠેલાઓનો ચમત્‍કારીક બચાવ થયાનું ઘટના સ્‍થળે હાજર જી.એન. જાદવ, જીજ્ઞેશ પ્રજાપતિએ જણાવ્‍યું હતું. આટકોટના પ્રતિનિધિ વિજય વસાણીના જણાવ્‍યા મુજબ ૧૦૮ની ટીમે ઘાયલોને હોસ્‍પિટલમાં ખસેડયા હતાં.

ઘાયલોમાં હાર્દિક ગોસ્‍વામી (ઉ.૨૬-રહે. રણુજા), રાહુલ સવાભાઇ કલોતરા રહે. બળધોઇ), વિજય ચનાભાઇ (ઉ.૨૫-રહે. બળધોઇ), જીજ્ઞાબેન વિજયભાઇ (ઉ.૨૪) અને રેખાબેન ભવાનભાઇ (ઉ.૩૦-રહે. નવાગામ)નો સમાવેશ થાય છે. એક મૃતકોની ઓળખ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે. (૧૪.૧૨)

(4:33 pm IST)
  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • હે ભગવાન.... ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં જ્યાં એક MBBS ડૉક્ટર મહિલાએ યુવાન બનાવા અને પોતાની પાસે રહેલું સોનું ડબલ કરવાની લાલચ સાથે તાંત્રિકને નાની મોટી નહીં પરંતુ પૂરા રુપિયા 2 કરોડની રકમ આપી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણમાં આવતા 55 વર્ષીય મહિલા ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ડૉક્ટરે તાંત્રિકને રુ. 65 લાખ કેશ અને દોઢ કિલો સોનું તેમજ ચાંદીના ઘરેણા આપ્યા હતા. access_time 1:48 am IST

  • આજે હિમાચલ અને ઉત્તરાખંડમાં સીઝનની છેલ્લી બરફવર્ષાની સંભાવના access_time 12:52 pm IST