Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલના માતૃશ્રીના નિધન થતા તેઓના પરિવારને દિલાસો પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજકોટ :બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ ના નિવાસ્થાને તેમના માતુશ્રી વસંતબેન કાનજીભાઈ પટેલ નું અવસાન થતા તેમના નિવાસ્થાને કુટુંબને દિલાસો આપવા માટે ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના પત્ની અંજલીબેન રૂપાણી સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ ભાજપ પ્રમુખ કમલેશભાઈ તથા ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ તથા લો કમિશન ના અભય ભારદ્વાજ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી પ્રફુલભાઈ ગોકાણી તેમજ ભાજપના કોર્પોરેટર બીનાબેન આચાર્ય પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહિતના આગેવાનો આજરોજ દિલીપભાઈ પટેલના નિવાસ સ્થાને આવી તેમના પરિવારજનોને દિવાળીનો દિવસ હોવા છતાં પણ દિલાસો આપી અને સાંત્વના આપે હતી આ સમયે દિલીપ પટેલ ના પરિવારના સભ્યો કાનજીભાઈ પટેલ શૈલેષ પટેલ સંકેતભાઈ પટેલ સોમાભાઈ પટેલ હિરેન ભાઈ સોજીત્રા ભાવનાબેન પટેલ ભારતીબેન પટેલ વિપુલ પટેલ દિશા પટેલ સહિતના હાજર રહેલ હતા

(12:25 am IST)
  • સુરત : લીંબાયતના ગોવિંદનગરમાં સંચાના કારખાનામાં આગ લાગી : પ્લોટ નંબર 46,47,48 માં લાગી આગ:ફાયરની 6 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ access_time 7:10 pm IST

  • ભરૂચઃ નવા વર્ષે જ અકંલેશ્વર ખાતે ચાર અલગ-અલગ સ્થળે સર્જાયેલા ખમખ્વાર અક્સમાતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈ વે પર બે અકસ્માત સર્જાયેલા નવા વર્ષે જ હાઈ વે લોહીથી ખરડાયો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી access_time 8:05 pm IST

  • મહારાષ્ટ્રમાં ઔરંગબડનું નામ બદલીને સંભાજીનગર કયારે કરશો ? : સંજય રાઉતે કર્યો મુખ્યમંત્રી ફડણવીશને સવાલ : સંજય રાઉતે ટ્વીટ કર્યું કે યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું : અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કર્યું તો મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર ક્યારે થશે ?:ઉસ્માનાબાદનું નામ ધારાશિવ ક્યારે થશે ?: ફડણવીશ જવાબ આપે access_time 12:10 am IST