News of Tuesday, 17th April 2018

પૂ.શ્રી પરમ સંબોધિજી મ.આદિ ઠાણા-૧૧ના સાનિધ્યે ૧૫ થી ૩૦ વર્ષની યુવતિઓ માટે

ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે યુવા સંસ્કાર શિબિર

રાજકોટ તા. ૧૭ : રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા.ની સુશિષ્યાઓ પૂજય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા-૧૧ના સાનિધ્યે ૧૫ થી ૩૦ વર્ષની યુવતીઓ માટે યુવા સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ શિબિરમાં મહાસતીજીઓ અમુલ્ય માર્ગદર્શન આપીને શિબિરાર્થીઓની લાઇફને યુ ટર્ન આપશે.

વિવિધ પ્રકારની ધ્યાન સાધના, અચરજ પમાડી દે તેવા પ્રેકટીકલ પ્રયોગો, ઓડીયો - વિઝયુઅલ ડેમોન્સ્ટ્રેશન, યોગા, ઇન્ટ્રેસ્ટીંગ કવીઝ અને ગેમ્સ, મેલડીયસ ભકિત સ્તવના, બોધ પ્રવચન આદિ અનેક પ્રકારની વિવિધતા સાથેની આ શિબિર શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન ૧૭ મે થી ૨૧ મે પાંચ દિવસ માટે આયોજીત કરવામાં આવી છે. શિબિરમાં જોડાવા ઇચ્છુક યુવતીઓએ પોતાના ફોર્મ્સ તા. ૧૫-૫ સુધી શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન કાલાવડ રોડ ખાતે સબમીટ કરવાના રહેશે.

શિબિરાર્થીઓએ શ્વેત વસ્ત્રો પહેરવા ફરજીયાત છે. પોતાનું બેડીંગ સાથે લાવવાનું રહેશે. તા. ૧૬-૫ થી સાંજે ૬ કલાક સુધીમાં શિબિરના સ્થળે પહોચવાનું રહેશે. વધુ વિગત માટે મો. ૯૦૦૪૮ ૬૧૧૫૭/૯૭ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.(૪૫.૪)

(4:37 pm IST)
  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST

  • સાઉદી અરબમાં હિલચાલઃ ૨૪ મુસ્લિમ રાષ્ટ્રો સાથે યુદ્ધ અભ્યાસઃ ખ્રિસ્તી રાષ્ટ્રોના હુમલા ખાળવા ઈસ્લામિક રાષ્ટ્રો એક બની રહ્યા છે...: દુનિયા ખતરનાક દિશામાં જઈ રહી છેઃ અમેરિકા-બ્રિટન જેવા ખ્રિસ્તી રાષ્ટ્રોના હુમલાના પ્રતિકાર માટે ઈસ્લામિક રાષ્ટ્રોની તૈયારીઃ સાઉદી અરબે પાકિસ્તાને અલગ રાખ્યું access_time 11:32 am IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST