Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

રાજકોટમાં સેન્સ વખતે નામ આવતા સ્પષ્ટ વાત

ભાજપ જવાબદારી સોપે તો જિલ્લા પ્રમુખ બનવા ગોરધનભાઇ તૈયાર

રાજકોટ તા.૨૦: જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટેની સેન્સ વખતે સૂચિત નામોમાં ગોરધનભાઇ ધામેલિયાનું પણ નામ ઉછળ્યાના અહેવાલથી તેમણે આ અંગે તૈયારી બતાવી છે ગોરધનભાઇનું કહેવુ છે કે જો પાર્ટી મને જવાબદારી સોપે તો પૂરી નિષ્ઠાથી પ્રમુખ પદ સંભાળવા તૈયાર છુ. પાર્ટીની શિસ્તમાં માનનારો છુ. ભાજપ મને નહિ તો અન્ય કોઇને પ્રમુખ બનાવશે તો પણ હું આવકારી તેની સાથે કામ કરવા રાજી છું.

અત્રે ઉલ્લેખનીય છે ક વીરપુર નિવાસી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઇ ધામેલિયા સંગઠનના વર્ષોના અનુભવી છે. સૌને સાથે લઇને ચાલવાની આવડત ધરાવે છે. સમાજના સર્વ વર્ગમાં તેમની સ્વીકૃતિ છે.

(11:57 am IST)
  • આ તે સ્કૂલ છે કે દુકાન ? : આમાં ભણતા બાળકો માટે રમત-ગમતનું મેદાન ક્યાં છે ?: દિલ્હી એમ.એસ.એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દુકાનો જેવી સ્કૂલોના ફોટા જોઈને દિલ્હી હાઇકોર્ટનો સવાલ access_time 12:02 pm IST

  • મધ્યપ્રદેશમાં ગાંજાની ખેતી કરવી હવે કાયદેસર ગણાશે : કેન્સરની બનશે દવા :સરકાર નિયમ 1985માં કરશે ફેરફાર :અફીણની માફક ગાંજાની પણ ખેતી કરી શકાશે :દરવર્ષે લાયસન્સ અપાશે : ખેતીના ફાયદા ગણાવતા જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખેતીથી કેન્સર જેવી બીમારીઓની દવા બનાવાશે :આ ગાંજો નહીં પણ હેમ્પની ખેતી થાય છે : ઉત્તર પ્રદશ અને ઉત્તરાખંડમાં પણ આ ખેતી થાય છે access_time 1:12 am IST

  • શા માટે સોનીયા ગાંધી-રાહુલ ગાંધીને અપાયેલ એસપીજી કમાન્ડોનું રક્ષણ પાછું ખેચ્યું? ૧૧ વાગે અમિતભાઇ શાહ સંસદમાં નિવેદન- વિગતો જાહેર કરશે access_time 1:03 pm IST