Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

નવનાથધામના લાભાર્થે શુક્રવારથી રેસકોર્સમાં શિવકથા

નવનાથદાદાની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય તે ઉદેશઃ ધર્મેશભાઇ જાની * ગુલાબી પથ્થરથી લોખંડના વપરાશ વગર શ્રીયંત્ર આકારનું મંદિર નિર્માણ થશે, સેવાકાર્યો પણ ધમધમશે

રાજકોટ તા. ૧૯ :.. શ્રી નવનાથધામ ભવ્ય મંદિરના લાભાર્થે શ્રી શિવ મહાપુરાણકથા તા. ર૩-૧૧-ર૦૧૮ થી ૧-૧ર-ર૦૧૮ રેસકોર્સ મેદાનમાં ભવ્ય મહામહોત્સવ શ્રી નવનાથધામનાં સંસ્થાપક શ્રી જાનીદાદા દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ કથાનું ખાસ મહત્વ એ છે કે સૌ પ્રથમ આ શિવમહાપુરાણ કથાના મુખ્ય યજમાન શ્રી નવનાથ છે દરેક કથામાં પોથીના મુખ્ય યજમાન તરીકે કોઇ ને કોઇ સેવક, ભકત માણસ હોય છે પણ ખુદ જેમના મંદિર નિર્માણનો જે સંકલ્પ છે તેવા ખુદશ્રી નવનાથ જ મુખ્ય યજમાન રહેશે આમ જોવા જઇએ તો કથા પણ નવ દિવસની અને યજમાન પણ ખુદ નવનાથ. આ એક ખાસ નોંધ લેવા જેવી છે 'તેરા તુજકો અર્પણ'ના સંકલ્પ સાથે શ્રી જાનીદાદાએ આ કથાનું આયોજન કર્યુ ત્યારથી જ એમનો એક સંકલ્પ હતો અને ખાસ જાનીદાદાનો સંકલ્પ કે લોકો નવનાથ કોણ છે લોકો નવનાથને જાણે, તેમના સ્વરૂપ, તેમનું શું મહત્વ છે, સત્ય ને તેમની કૃપા પ્રાપ્તી દરેક લોકોને પ્રાપ્ત થાય ને જીવનમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સફળતા લોકોને મળી શકે. જાનીદાદાનો પરીચય ટૂંકમાં જોવા જઇએ તો જન્મથી જ તેનો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો છે. પ્રખર ગાયત્રી ઉપાસક શ્રી નટુભાઇ જાની (નિરંજન-આત્મયોગીજી)ના તેઓ નાના સુપુત્ર છે. પિતાશ્રી ધાર્મિક આધ્યાત્મિક રંગે રંગાયેલ હોય તો પુત્ર પણ તેમાંથી બાકાત કઇ રીતે હોય શકે તેમ સમય જતાં જાની દાદા પણ ધર્મ, આધ્યાત્મિક ક્ષેત્રે આગળ ચાલતા રહ્યા નાનપણથી જ શિવ પ્રત્યેનો લગાવે કે જે સમય જતા નાથકૃપા અને માં અંબાનો સંકેત વિશેષ અનુભૂતિ નવનાથની અનન્ય કૃપા તેમના પર ઉતરી એક સામાન્ય પરિવારમાંથી દાદાએ જીંદગીમાં ઘણા ઉતાર ચઢાવ કષ્ટ સહન કરી નાથ ઉપર તેમનો અતુટ ભરોસો શ્રધ્ધા વિશ્વાસ કાયમ થયો આજે પણ પોતાનું સાદું સામાન્ય  જીવન ગાળી રહ્યા છે કોઇપણ પ્રકારના આડંબર, પદ, પ્રતિષ્ઠાનો તેમને મન જરાય મોટપ નથી દાદાને ત્યાં સાક્ષાત નવનાથનાં બેસણાં છે તેનો લાભ લેવા હજારો સેવકો,  ભકતો આવે છે કોઇપણ વિધિ વિધાન, યંત્ર, મંત્ર, તંત્ર વગર દાદા નાથકૃપા થી લોકોની કોઇપણ અસાધ્ય ગંભીર બિમારી કે ડોકટરે હાથ ઉંચા કરી દીધા હોય તેવા કેસ પણ દાદા નિરાકરણ કરે છે. લોકોનું પરમાર્થ થાય તેવી નાથની કૃપાથી દાદા દરેક પ્રશ્નોનું નિવારણ કલ્યાણ સમાધાન દુઃખ દર્દનું નિવારણ કરે છે. કોઇ પાસે એક પણ રૂપિયાની આશા વગર ફકત ફ્રી સેવા કરે છે. દાદાને ઘણી એવી ઓફરો આવે છે દેશ-વિદેશથી મોઢે માંગ્યા પૈસા આપી આવી ઓફરો લોકો  કરે છે પણ દાદાનો એક જ સિધ્ધાંત કે પૈસો ગૌણ છે ભૌતિક છે આમ પણ દાદાનું એવું માનવું છે કે પૈસા ગમે તેટલા હોય પણ પૈસાથી બધુ જ નથી ખરીદી શકાતું નથી ખાસ કરીને સુખ, મનની શાંતિ, આ વસ્તુ રૂપિયા થી નથી મળતી જે મારા નવનાથ આપશે એ દુનિયનો કોઇ માણસ આપી નહી શકે ફકત ને ફકત દાદાનો ધ્યેય એક જ છે કે કોઇપણ રીતે લોકોને ઉપયોગી થઇ શકીએ. કલીયુગમાં પણ નવનાથ અને બધી શકિતઓની અનુભુતિ થઇ શકે છે પણ તેના માટે ખાસ વિશ્વાસ ભરોસો ને શ્રધ્ધા જોઇએ. બાકી મનમાં આપણો ભાવ સાચો હોય તો કોઇ વસ્તુ અશકય નથી. નવનાથ તો એવા છે કે તેમની પાસે કાંઇ પણ અશકય નથી. આમ દેવાવાળા તો છે પણ માંગવા વાળા નથી. દાદા તથા તેમના સમગ્ર પરિવારે તો તેમનું આખું જીવન નવનાથના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. ફકત એક જ લક્ષ્ય છે કે નવનાથને લોકો સાચી ને સારી રીતે ઓળખે ને સમજે ને તેમની કૃપાનો લાભ લે દાદાનો એક જ સંકલ્પ છે કે નાથનું ભવ્ય મંદિર, ગૌશાળા, ભોજનાલય, લોકોની સારવાર, સર્જરી દવા બધું જ ફ્રી આપવું કોઇપણ જાતના ચાર્જ વગર નિઃશુલ્ક સમાજલક્ષી સમાજ ઉપયોગી તમામ સેવાકીય પ્રવૃતિઓ સાથે દેશ પ્રેમ, રાષ્ટ્રપ્રેમ માટે ભારત માતાનું મંદિર નિર્માણ આસ્થા ધર્મનું કેન્દ્ર બનવા જઇ  રહ્યું છે આ નવનાથ ધામમાં સૌના સહકારની અપેક્ષા છે.

આ ભવ્ય મંદિર ગુલાબી પથ્થરથી બનશે કોઇપણ જાતના લોખંડના વપરાશ વગર આ શ્રીયંત્ર આકારનું શિખરબધ્ધ ભવ્ય મંદિર અંદાજીત રૂા. ત્રણ થી ચાર કરોડના ખર્ચે બનશે. ભાવનગર હાઇવે પર હલેન્ડા ગામ નજીક હાઇવે ટચ જગ્યા ફાઇનલ થઇ ગઇ છે. માટે ભાવિક ભકતજનો આ ધર્મ કેન્દ્રમાં બને તેટલા ઉદાર હાથે આપના કોઇ સ્વજન, કુટુંબીજનો કોઇના પણ નિમિતે યથાશકિત દાન આપી શકો છો. વધારે વિગતો માટે, મો. ૯૭૧ર૭ ૩૩૧૩૧, મો. ૮પ૧૧૮ ૭૭૩૭૩ નંબર પર સંપર્ક થઇ શકે છે. (

નવનાથ સ્વરૂપ

(૧) શ્રી આદીનાથજી (મહાદેવ શિવજી), (ર) શ્રી ઉદયનાથજી (માતા પાર્વતી) (૩) શ્રી સત્યનાથ (બ્રહ્માજી) (૪) શ્રી સંતોષનાથજી (વિષ્ણુજી) (પ) શ્રી અચલઅચંમ્ભેનાથજી (શેષનાગ) (૬) શ્રિ ગજબેલીગજકંથડનાથજી (ગણેશજી) (૭) શ્રી સિધ્ધચૌરંગીનાથજી (ચંદ્રદેવ) (૮) શ્રી માયારૂપી દાદા મત્સ્યેન્દ્રનાથજી (માયાસ્વરૂપ) (૯) શ્રી શંભુજતિ ગુરૂગોરક્ષનાથજી (શિવજી)

(4:26 pm IST)