Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

આનંદનગરમાં અન્નકોટ દર્શન સાથે જલારામ જયંતિની ઉજવણી

રાજકોટ : જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા પૂ. જલારામ બાપાની ૨૧૯ મી જન્મ જયંતિની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. મ્યુ. કોમ્યુનીટી હોલ, આનંદનગર ખાતે આયોજીત આ અવસરને અન્નકોટ ધરાવી ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. ૧૫ થી ૨૦ હજાર ભાવિકોએ દર્શન પ્રસાદનો લાભ લીધો હતો. ત્રણેય પ્રહરની આરતીના દર્શન દાતાઓની ઉપસ્થિતીમાં ખુલ્લા મુકાયા હતા. અન્નકોટ દર્શનનું ઉદ્દઘાટન ક્રિષ્નાબેન ચોટાઇના હસ્તે કરાવાયુ હતુ. આ પ્રસંગે દક્ષાબેન અઢીયા, પ્રવિણભાઇ શાહ (હરીદ્વાર), નવિનચંદ્રભાઇ શાહ (બાવીશી પરિવાર), ભરતભાઇ નથવાણી, સચીનભાઇ નથવાણી, જયેશભાઇ નથવાણી, મનુભાઇ મહેતા (તનીષ્ક), ભાનુબેન ચોટલીયા, ચુનીભાઇ વસંત, દુર્લભજીભાઇ તન્ના, જયકાંતભાઇ ભાટીયાા, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હીંડોચા, પ્રદીપભાઇ સચદે, મહેશભાઇ મમરાવાળા, મનુભાઇ ઠકકર, શીતુભાઇ રૂપારેલીયા, રેખાબેન નથવાણી, હંસાબેન ઠકકર, દમયંતીબેન તન્ના, જયંતિભાઇ (પટેલ બ્રાસ), લવજીભાઇ (અમેરીકન મકાઇવાળા), દીવ્યેન રાયઠ્ઠઠા, ઉમેશભાઇ શેઠ, વિજયભાઇ કારીયા, શારદાબેન સિધ્ધપુરા, શારદાબેન માલવી, ક્રિષ્નાબેન ચોટાઇ (ચેવડાવાળા), ગીતાબેન ચોટાઇ, મમતાબેન બુધ્ધદેવ, કિશોરભાઇ બુધ્ધદેવ (પટેલ આઇસ્ક્રીમ), શૈલેષભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ અને મહાઆરતી દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર આયોજન માટે સંસ્થાના સ્થાપક પ્રમુખ કુંદનબેન રાજાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી જયશ્રીબેન ખગ્રામ, કાંતાબેન કોટેચા, હંસાબેન પડીયા તેમજ કાર્યકર્તા ભાઇ બહેનો અને ધુન ભજન મંડળના બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(3:26 pm IST)