Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

મંગળવારે દેશવ્યાપી બેંક હડતાલ પૂર્વે સોમવારે કર્મચારીઓ યોજશે દેખાવો

મર્જર સામે કર્મચારી યુનિયનોનો વિરોધઃ શાખાઓ બંધ થશે

રાજકોટ તા. ૧૯: સરકારના દસ બેંકોના ચાર બેંકમાં એકીકરણના નિર્ણયને કારણે નિષ્પન થતી પરિસ્થિતિને કારણે આંધ્ર બેંક, અલ્હાબાદ બેંક, કોર્પોરેશન બેંક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, સિન્ડીકેટ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા સહિત છ બેંકો બંધ થશે અને પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક અને ઇન્ડીયન બેંકમાં સમાવિષ્ટ થશે. સરકારના નિર્ણયને કારણે જે બેંકોને અન્ય બેંકોમાં સમાવિષ્ટ કરવામાં આવશે તેને કારણે બેંકોની શાખાઓ સમયાંતરે બંધ થશે. ગ્રાહકોને શાખાઓની સંખ્યાને કારણે જે સેવાઓ મળતી હતી તેમાં નિશ્ચિતપણે ઓટ આવશે. સામાન્ય જનસમુદાયને બેંકીંગ સેવાથી વંચિત રહેવું પડશે. એકીકરણથી બેંકોની શાખાઓ બંધ થયેલ છે તે એસબીઆઇમાં છ બેંકોનો સમાવેશ કરવામાં આવેલ તેને કારણે સરકારના કથન મુજબ ૬૯પ૦ શાખાઓ બંધ થયેલ છે. તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનની યાદી જણાવે છે.

બેંક ઓફ બરોડામાં દેના અને વિજયા બેંકના સમાવેશ થવાને કારણે લગભગ ૧૬પ૦ શાખાઓ બંધ થશે. માર્ચ-ર૦ર૦ સુધીમાં પ૩૦ શાખાઓ બંધ થશે તેવું જાહેર કરેલ છે. બેંકોમાં દર વર્ષે લગભગ એક લાખ નવયુવાનોને નોકરી આપવામાં આવતી હતી. બેંૅકોની સંખ્યા અને શાખાઓ બંધ થવાને કારણે નવી રોજગારીની તકો ઉભી નહીં થાય પરંતુ હાલ જે કર્મચારીઓ છે તેને સ્વૈચ્છિક નિવૃતી આપવામાં આવશે અથવા ો યટણી પણ થઇ શકે છે. ૧૯૬૯માં જયારે બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું તે પહેલાં ખાનગી બેંકોની ૮૦૦૦ શાખાઓ હતી. જાહેર ક્ષેત્રની બેંકોની આજે ૯૦,૦૦૦ શાખાઓ છે. ધીરાણ રૂ. ૩પ૦૦ કરોડ હતું તે આજે ૬૦ લાખ કરોડ ધીરાણ થયું છે.

નાના ઉદ્યોગોને, શૈક્ષણિક હેતુ માટેની લોન, ખેતધીરાણની લોનનો ઉદભવ બેંકોના રાષ્ટ્રીયકરણ પછી જ થયો છે. સરકારનો હેતુ વિશ્વકક્ષાની બેંક ઉભી કરવાનો છે તે ભારતની દરેક બેંકોનું એકીકરણ કરે તો પણ વિશ્વની મોટી બેંકની તુલનામાં આવી શકે તેમ નથી. સરકારની નેમ બેંકોનું એકીકરણ કરી અને ત્યારબાદ બેંકોના શેરનું વિનીવેષ કરી ખાનગીકરણ કરવાનો છે.

બેંક કર્મચારીઓ સરકારની અવળી આર્થિક નિતી અને જન સામાન્ય વિરોધીની એકીકરણની નિતીના વિરોધમાં તા. રર/૧૦ ના સંપૂર્ણ હડતાલ પાડશે અને તા. ર૧/૧૯ના રોજ હડતાલની પૂર્વ તૈયારીરૂપેઢ સાંજે ગુજરાતના દરેક શહેરમાં દેખાવો કરશે. તા. રર/૧૦ના રોજ સવારે દરેક શહેરમાં દેખાવો યોજવામાં આવશે તેમ યાદી અંતે જણાવે છે.

(3:41 pm IST)