Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વાજડી ગઢ ટી.પી. સ્કીમ નં. ૭૭નો મુસદ્દો ૨૫ દિ'માં જ તૈયાર : ૨૮મીએ જમીન માલિકો સાથે બેઠક

ટી.પી. સ્કીમની ઝડપી કામગીરી કરાવતા રૂડાના ઇન્ચાર્જ ચેરમેન અમિત અરોરા

રાજકોટ તા. ૨૦ : શહેરી વિકાસ સત્ત્।ામંડળના ઝડપી, સુઆયોજિત વિકાસના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા હાલે હરણફાળ ભરેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ તથા નિયમો -૧૯૭૯ની જોગવાઈ અનુસાર નક્કી કરેલ વિસ્તારની સૂચિત નગર રચના યોજના અંગે કલમ-૪૧(૧) હેઠળ મુખ્ય નગર નિયોજકશ્રીનો પરામર્શ મેળવી ઈરાદો જાહેર કરવાનો હોય છે. અધિનિયમની જોગવાઈ અનુસાર ઇરાદો જાહેર થયા બાદ નવ માસમાં ઉકત યોજનાનો મુસદો તૈયાર કરી કલમ-૪૨ અન્વયે ગેઝેટ પ્રસિદ્ઘિ કરવાની હોય છે.

સૂચિત નગર રચના યોજના નં.૭૭(વાજડી ગઢ)નો ઇરાદો તા.૨૬/૦૮/૨૦૨૧ના રોજ સત્ત્।ામંડળની બોર્ડ બેઠક નં.૧૬૪ના ઠરાવ નં.૧૮૮૧થી જાહેર કરેલ છે. માન.અધ્યક્ષશ્રી અમિત અરોરા દ્વારા સદરહુ સ્કીમ વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કરી સ્કીમને લાગુ આવેલ સ્માર્ટ સીટી નોડની તૈયાર કરાયેલ મુસદારૂપ નગર રચના યોજના નં.૩૨(રૈયા)ને ધ્યાને લઇ આયોજન હાથ ધરવા મળેલ જરૂરી માર્ગદર્શનને અનુરૂપ ખુજ જ નજીવા સમયમાં એટલે કે માત્ર ૨૫ દિવસમાં જ મુસદો તૈયાર કરી તા.૨૮/૦૯/૨૦૨૧ના રોજ ઓનર્સ મીટીંગ(જમીન માલિકોની સભા)નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જે જમીન માલોકોની સભામાં અંદાજીત ૨૫૦ જેટલા જમીન માલિકો હાજર રહેશે અને પોતાના મૂળખંડની સામે ફાળવેલ અંતિમખંડ અન્વયે હાથ ધરેલ આયોજન અંગે સમજ મેળવશે તથા તે અંગે જો કોઈ વાંધા/સૂચનો ઉપસ્થિત થશે તો તે અંગે લેખિતમાં રજુ કરવાના રહેશે. જે અન્વયે અધિનિયમની જોગવાઈ મુજબ નિયમોનુસાર કાર્યવાહી સત્તામંડળ દ્વારા હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,વર્ષ-૨૦૨૧માં સત્ત્।ામંડળ દ્વારા મુસદારૂપ નગર રચના યોજના નં.૩૮/૨(મનહરપુર-રોણકી) અને મુસદારૂપ નગર રચના યોજના નં.૪૧(માલીયાસણ-સોખડા) એમ કુલ-૨ નગર રચના યોજનાઓનો ઇરાદો તા.૧૫/૧૨/૨૦૨૦ના રોજ જાહેર કર્યા બાદ, મુસદો તૈયાર કરવાની કામગરી માત્ર એક જ મહિનામાં પૂર્ણ કરી ઓનર્સ મીટીંગનું આયોજન હાથ ધરેલ અને અધિનિયમની જોગવાઈ અનુસાર મળેલ વાંધા/સૂચનો અંગે સત્તામંડળની બોર્ડમાં નિણર્ય કરી માત્ર ૮૫ જ દિવસમાં સરકારશ્રીમાં મંજુરી અર્થે સાદર કરેલ.

આમ અગાઉની જેમ જ સદરહુ સૂચિત નગર રચના યોજના નં.૭૭(વાજડી ગઢ)વિસ્તારમાં વિકાસ પરવાનગી અંગેની કાર્યવાહીમાં અવરોધ ન થાય તે લક્ષ તથા વિકાસને વેગ આપવાના હેતુને સાકાર કરવા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ કટીબધ્ધ છે.

(3:09 pm IST)