Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ઇન્ડીયન લાયન્સ ફ્રેન્ડસ કલબ દ્વારા શપથવિધિ : નરેન્દ્રભાઇના જન્મદિનની ઉજવણી

રાજકોટ : રાષ્ટ્રસેવાને વરેલી કલબ ઇન્ડીયન લાયન્સમાં જોડાયેલ તબીબોનો શપથ સમારોહ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ડો. જયોતિ હાથી (પ્રમુખ), ડો. મનિષ મહેતા (ઉપપ્રમુખ), ડો. જયતિ બુચ (સેક્રેટરી), ડો. ધવલ કારોટીયા (જોઇન્ટ સેક્રેટરી), ડો. દિનેશચંદ્ર ચૌહાણ (ખજાનચી) ઉપરાંત બોર્ડ ઓફ ડીરેકટર્સ ડો. કિરીટ પટેલ, ડો. મિતેષકુમાર ભંડેરી, ડો. કલ્પેશ હાથી, ડો. હરેશ ભાડેસિયા, ડો. સંજય દેસાઇ અને ડો. ગિરાબેન માંકડ સહિત કુલ ૨૪ સભ્યોએ શપથ લીધા હતા. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી પણ ભારતીય સંસ્કૃતિ અનુસાર મટકી ફોડ કરીને તેમાંથી લાડુ વહેંચીને કરવામાં આવી. વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપપ્રાગટય કરાયુ હતુ. પૂર્વ કેબીનેટ મંત્રી અને ગૌસેવા આયોગના પ્રમુખ ડો. વલ્લભભાઇ કથીરીયા, ઇન્ડિયન મેડીકલ એસો. ગુજરાતના ઉપપ્રમુખ ડો. અમિત હાપાણી, ઇન્ડિયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો. હિરેન કોઠારી, ઇન્ડીયન લાયન્સના નેશનલ ચેરમેન હિતેષભાઇ પંડયા, નેશનલ વાઇસ ચેરમેન હિતેષ પંડયા, નેશનલ વાઇસ ચેરમેન શ્રીમતી આશાબેન પંડયા, સેક્રેટરી જયોતિબેન પંચોલી, ફેમીલી ફીઝીશ્યન એસો.ના ડો. રશ્મિકાંત ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:00 pm IST)
  • ડાંગ જીલ્લામાં સાપુતારા અને વધઈમાં ૧ ઈંચ વરસાદ access_time 11:43 am IST

  • એસટી વિભાગ દ્વારા લગ્નપ્રસંગે રાહતદરે બસ ફાળવાશે: વિજયભાઈ રૂપાણીના હસ્તે ફાળવાશે : ૪૫ નવી વોલ્વો બસ શણગારેલી મળશે access_time 3:19 pm IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST