Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

હિન્દુ જાગરણ મંચ દ્વારા અખંડ ભારત સેલ્ફી ઝોન

રાજકોટ :. હિન્દુ જાગરણ મંચ રાજકોટ મહાનગરના ઉપક્રમે રવિવારે બહુમાળી ભવન - રેસકોર્સ ખાતે અખંડ ભારત સપ્તાહ અંતર્ગત 'સેલ્ફી વિથ અખંડ ભારત'ના નામથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સેલ્ફી ઝોન બનાવી રાજકોટની દેશપ્રેમી જનતાને આમંત્રણ આપી લાભ લેવા અનુરોધ કરતા ખૂબ બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો-બાળકો જોડાયેલ. આ સમગ્ર કાર્યક્રમમાં ધર્મ કે સંપ્રદાય ભૂલી લોકોમાં રાષ્ટ્રવાદના દર્શન થયા તથા આખા કાર્યક્રમ દરમિયાન અસંખ્ય વખત ભારત માતા કી જય, વંદે માતરમના જય ઘોષ સાથે વાતાવરણ દેશભકિતમય બની ગયુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા એડવોકેટ રક્ષિત કલોલા (મહાનગર અધ્યક્ષ), સમીરભાઈ શાહ (મહાનગર ઉપાધ્યક્ષ), વિક્રમસિંહ પરમાર (મહામંત્રી), રમેશભાઈ કક્કડ (મંત્રી મહાનગર), ધ્રુવ કુંડેલ (પ્રચાર-પ્રસાર સંયોજક), જય ભાણવડીયા, ઉદયનભાઈ શાહ, મયુરભાઈ ઢોલરીયા, ચમનભાઈ સિંધવ, મંગેશભાઈ દેસાઈ, રાજુભાઈ જુંજા, રાજેન્દ્રસિંહ જાદવ, રાજુભાઈ ઉમરાણીયા, અતુલભાઈ બાબરીયા, નવીનભાઈ ગોરડીયા, રામભાઈ યાદવ, અર્જુનભાઈ મેર, બિપીનભાઈ કેસરીયા, દિગેશભાઈ વાઘેલા, ડી.જી. જાડેજા, નિશ્ચલભાઈ જોશી, રાકેશભાઈ ચિતલીયા, મિલનભાઈ સંતોકી, સંજયભાઈ ગઢવી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(4:15 pm IST)