Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સગીરાને બાથરૂમમાં પુરી અડપલા કરવા અંગે પકડાયેલ આધેડ શખ્સનો છૂટકારો

રાજકોટ તા.૨૦: આજીનદીના કાઠે, સગીર યુવતીને કપડા ધોવાના બહાને બાથરૂમમાં બંધ કરી છેડતી અડપલા કરવાના ગુનામાં પકડાયેલ વૃધ્ધ શખ્સ સામેનો કેસ ચાલી જતાં કોર્ટ નિર્દોષ છોડી મુકેલ છે.

આ કેસની હકીકત  એવી છે કે, ફરીયાદીએ પોતાની સગીર પુત્રીની છેડતી કર્યા અંગેની મહીલા પોલીસ સ્ટેશનમાં તા.૫-૬-૨૦૧૬ના રોજ ના રોજ ફરીયાદ આરોપી ગોવિંદભાઇ પુંજાભાઇ પંચાલ સામે નોધાવેલ હતી.

આ બનાવની વિગત એવી છે કે, તા.૫-૬-૨૦૧૬ના રોજ ફરીયાદી કામે ગયેલ હતા ત્યારે ફરીયાદીની ત્રણેય સગીર વયની પુત્રીઓ પોતાના ઘરે હતી અને સાંજના પોતાની પાડોસમા રહેતા ગોવિંદભાઇ પુંજાભાઇ પુસલાએ ફરીયાદીના દુરના બનેવી થતા હતા અને આરોપી ગોવિંદભાઇના પત્ની બહારગામ થયેલ હોય જેથી ફરીયાદીની સગીર વયની દિકરી આરોપીના ઘરે કપડા ધોવા ગયેલ ત્યારે આરોપીએ બાથરૂમમાં પુરી તુ કેમ મોડી કપડા ધોવા આવી તેમ કહી બે ઝાપટ મારેલ અને સગીર વયની દીકરીની છાતીમાં હાથ નાંખી, બીભત્સ અડપલા કરી અને ખરાબ માંગણી કરેલ અને ફરીયાદીની દીકરી રડવા લાગતા, આ વાત કોઇ ને કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી, જાતીય હુમલો કરી ગુનો કરેલ હોય, જે મુજબની ફરીયાદ નોંધાયેલ હતી.

ઉપરોકત કેસનો પુરાવો શરૂ થતા ફરીયાદ પક્ષે કુલ-૫ જેટલા દસ્તાવેજી પુરાવા લીસ્ટ રજુ રાખેલ હતા અને ૯-જેટલા સાહેદોની જુબાની નોંધવામાં આવેલ હતી. ઉપરોકત કેસ ચાલી જતા આરોપીને છોડી મુકવાનો આદેશ એડી.સેશન્સ જજ શ્રી ડી.ડી.ઠકકરે કરેલ હતો.

આ કામના આરોપી ગોવિંદભાઇ પુંજાભાઇ પંચાલ તરફે એડવોકેટ તરીકે શ્રી અભયભાઇ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, કમલેશ ઉધરેજા, અમૃતા ભારદ્વાજ, શ્રીકાંત મકવાણા, ગૌરાંગ ગોકાણી, તારક સાવંત રોકાયા હતા.

(4:13 pm IST)