Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ભાજપ દ્વારા પંચનાથ મંદિરે સદસ્યતા અભિયાન

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં ચાલી રહેલ સદસ્યતા વૃધ્ધિ અભિયાનના ભાગરૂપે શહેર ભાજપ દ્વારા પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, સંગઠન પર્વના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, સહઇન્ચાર્જ પુષ્કર પટેલ, ડો. દર્શીતાબેન શાહના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. ૭ માં પંચનાથ મંદિર ખાતે 'સદસ્યતા અભિયાન' યોજવામાં આવેલ. આ તકે શહેર ભાજપ મહામંત્રી, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, વોર્ડના કોર્પોરેટર મીનાબેન પારેખ, વોર્ડપ્રમુખ જીતુભાઇ સેલારા, તેમજ નિકુંજ વૈદ્ય, રાજેન્દ્રસિંહ ઝાલા, પિયુષભાઇ ગોકાણી, આઇ.ટી. સેલના મનોજ ગરૈયા, બકુલસિંહ રાણા, પારસ સોલંકી, સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:07 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં ઇંધણ મોંઘુ:યોગી સરકારે વેટના દરમાં કર્યો વધારો :ખાદ્ય ઘટાડવા યોગી સરકારે પેટ્રોલ ઉપર 28,8 ટકા અને ડીઝલ ઉપર 17,48 ટકા વેટ વસૂલવા કર્યો નિર્ણંય ;વેટ વધતા પેટ્રોલ લિટરે 2,35 રૂપિયા અને ડીઝલ 92 પૈસા લિટરે મોંઘુ થયું access_time 1:15 am IST

  • આરજેડી નેતાએ નીતીશકુમારના કર્યા વખાણ :કહ્યું મોદીને આપી શકે છે પડકાર:આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની પ્રશસા કરતા કહ્યું કે નીતીશકુમાર પીએમ મોદીને પડકાર આપી શકે છે access_time 1:09 am IST

  • આસામમાં વર્ષોથી ઘુસી ગયેલા વિદેશીઓને દેશનિકાલ કરવા માટે માત્ર ભારતીય નાગરિકોની યાદી દર્શાવતું નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ ( NRC ) ટૂંક સમયમાં બહાર પડવામાં છે.પરંતુ આ યાદીમાં મોટી સંખ્યામાં હિન્દુઓના નામો શામેલ કર્યા નથી તેવી આશંકા સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા હિન્દૂ જાગરણ મંચએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હોવાના વાવડ છે. access_time 12:33 pm IST