Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

આયુર્વેદ હોસ્પિટલમાં ૨૭મી સુધી યોગ શિબિરઃ સ્વાસ્થ્યલક્ષી માર્ગદર્શન

યોગાચાર્ય ખ્યાતિબેન મહેતા દ્વારા યોગનું નિદર્શનઃ પંચકર્મ નિષ્ણાંત ડો.જયેશ પરમાર દ્વારા માર્ગદર્શન

Alternative text - include a link to the PDF!

રાજકોટઃ ૨૧ જુન ''વિશ્વ યોગ દિવસ'' નિમિતે આયુર્વેદ હોસ્પિટલ યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે નિયામક શ્રીઆયુષની પ્રેરણા તથા ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન મુજબ ''વિશ્વ યોગ દિવસ''ની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદ હોસ્પિટલ દ્વારા તા.૧૭ થી ૨૭ સુધી ૧૧ દિવસની એક યોગ શિબિર સવારે ૭:૩૦ થી ૯ દરમ્યાન યોજાયેલ છે.જેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહયા છે. આ શિબિરમાં રોજે રોજ પ્રાણાયામ તથા જુદા જુદા રોગો જેવા કે મેદવૃધી, એસીડીટી, અજીર્ણ, શ્વાસ વિવિધ પ્રકારના પેટના રોગો, ડાયાબીટીસ વગેરે અંગે માર્ગદર્શન સાથે યોગ કરવામાં આવે છે અને શિબિરના અંતમાં શિબિરાર્થીના સ્વાસ્થ્યને લગતા મુુુંજવતાા પ્રશ્નો અંગે તથા સ્વાસ્થય વિષયક માર્ગદર્શન તથા વાર્તાલાપ હોસ્પિટલના વડા ડો.જયેશ એમ.પરમાર (પંચકર્મ નિષ્ણાત) દ્વારા આપવામાં આવે છે. ''સ્વાસ્થ્યય માટે જાગૃત રહી વધુને વધુ યોગ તથા પ્રાણાયામ તરફ વળવાની સલાહ આપવામાં આવેલ છે.''

સમગ્ર શિબિરનું સંચાલન જયેશ પરમાર (પંચકર્મ નિષ્ણાંત) દ્વારા કરવામાં આવે છે. જયારે યોગ નિદર્શન યોગગુરૂ ખ્યાતિબેન મહેતા દ્વારા કરવામાં આવશે, યોગ બાદ બહેનો દ્વારા પોતાના અભિપ્રાય રજૂ કરવામાં આવે છે.(૪૦.૧૨)

(4:18 pm IST)