Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

છેતરપીંડી-વિશ્વાસઘાત કરવા અંગે

બેંગ્લોરના વેપારીની સામે રાજકોટની કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૨૦: વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં  ''ગીરનાર હાઇડ્રોલીક'' ના નામથી ધંધો કરતા મયુરભાઇ રમણીકભાઇ બેંગલોરની  વેપારી સંબંધ ધરાવતી કંપનીના ડીરેકટર  નરેશભાઇ એસ. બેહલને છ મહીના પહેલા હાઇડ્રોલીક ટ્રોલી જેકનો માલ  રૂા. ૯૬,૪૦૬ અંકે રૂપિયા છન્નુ હજાર ચારસો છ પુરાનો માલ બાટો લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલાવેલો હતો. જે માલના રૂપિયા ન આપવા બાબતે ફરીયાદીએ આઇ.પી.સી.ની કલમ ૪૦૬,૪૦૯,૪૨૦ હેઠળ ગુનાહીત વિશ્વાસઘાત તથા છેતરપિંડી અંગેની બેંગલોરની વેપારી નરેશભાઇ એસ. બેહલ વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલી છે. આ કામમાં ફરીયાદી તરફે વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા છે. (૫.૨૪)

 

(4:17 pm IST)