Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

કાલે યોગ દિન

યોગથી રોગ પ્રતિકારત્મક શકિત વધે

'' વિશ્વ યોગ દિવસ'' (૨૧ જુન) આંતરરાષ્ટ્રીય સંસ્થા યુ.એ.ની જનરલ એસેમ્બલીમાં તા.૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ દુનિયાના ૧૯૩ દેશમાંથી ૧૭૩ દેશોએ ૨૧ જુનને '' વિશ્વ યોગ દિવસ'' તરીકે ઉજવવાના ઠરાવને ટેકો આપતા આપણે ૨૧ જુનને '' વિશ્વ યોગ દિવસ'' તરીકે ઓળખીયે છીએ.

 દુનિયાના મોટાભાગના દેશોમાં ૨૧ જુન ૨૦૧૫થી દરેક વર્ષ ૨૧મી જુનને '' વિશ્વ યોગ દિવસ'' અવનવા કાર્યક્રમોનું આયોજન થાય છે.

 યોગ અને સદીઓ પહેલા ઋષિ પંતજલીએ આપેલી ભારતની અણમોલ ભેટ છે

 યોગએ તન મન તથા આત્માને એકરૂપ બનાવીને જોડે છે. કોઇપણ કામ કરતાં હોય એમાં પુરા રસમગ્ન થઇએ તો તેમાંથી આપણને  આંતરીક આનંદ અને સંતોષ મળે છે અને આ કાળ મેડીટેશન બની જાય છે.

 કોઇ સાચો કલાકાર એક પત્થરને કંડારી એમાથી મુર્તિનું સર્જન કરે છે ત્યારે આજુબાજુ શુ ચાલી રહયું છે તે રૂપ ધારણ કરે છે માટે જ ગીતામાં પણ કહયું છે કે ''યોગ કર્મસુ કોથલમ'' રોજ સવારે નિત્ય પ્રાણાયમ તથા યોગાસન કરવાથી આખો દિવસ શરીર ઉર્જાવાય રહે છે નકારત્મક વિચારો તથા નકારત્મક અભિગમો ઘટે છે તથા પોઝીટીવીટી વધે છે. રોગ પ્રતિકારક શકિત વધે છે. શરીરમાં રકતની અંદર ઓકિસજન રોગો સામે રક્ષણ મળે છે. ડાયાબીટીશના રોગી  અને નિત્ય પ્રાણાયમ તથા આબન કરવાથી સુગર કંટ્રોલના દર્દીઓ માટે બી.પી. તથા કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે  કોલેસ્ટ્રોલ ઘટતાની સાથે બ્લડપ્રેશર કંટ્રોલ થાય છે તથા હૃદય મજબુત બને છે. વિવિધ  પ્રકારના માનસીક રોગો, તણાવ, ડીપ્રેસન તથા અલ્ઝાઇમ વગેરેમાં પણ ફાયદો થાય છે. મેદસ્વી લોકો માટે તે ઉત્તમ પ્રકારે નિષ્ણાંત યોગ તથા પ્રાણાયમનું રીઝલ્ટ મળે છે. આળસુ લોકોને સ્ફુર્તી વધે છે. યોગ કરવાથી શરીરમાં રકતની અસર ઓકિસજનનું પ્રમાણ વધતા ચહેરો પણ ચમકદાર અને સ્ફુર્તિમાં બને છેે.

 યોગ કરવાથી આંખની રોશની વધે છે . ગર્ભવતી મહિલાઓને યોગ કરવાથી તેના ગર્ભસ્થ શિશુ સાથેનુ જોડાણ વધુ મજબુત બને  તથા સ્ત્રીઓને ડીપ્રેશન દુર થાય છે. તથા ગર્ર્ભસ્થ શિશુનો વિકાસ સારો થાય છે યોગ એક નિષ્ણાંત યોગ શિક્ષણ પાસે સમજુતિપુર્વક શીખીને નિયમીત રીતે કરવાથી સ્વસ્થ દીર્ઘાયુષી જીવન જીવી શકાય છે.

આલેખનઃ ડો. જયેશ  એન. પરમાર

પંચકર્મી નિષ્ણાંત, સરકારી આયુર્વેદ

હોસ્પીટલ, રાજકોટ મો.૯૪૨૬૨૦૭૫૪૩

(4:16 pm IST)