Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

નવા પદાધિકારીઓને શુભેચ્છા પાઠવતા અઢીયા

 રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં 'નવનિયુકત' મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડને પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન બીપીનભાઇ અઢીયાએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત મ્યુ. કોર્પોરેશનની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓને પણ પુષ્પગુચ્છ  આપી અભિવાદન કરેલ. વોર્ડ ર નાં જયમીનભાઇ ઠાકરને આરોગ્ય સમિતિનાં ચેરમેન તરીકે તેમજ, મનીષભાઇ રાડીયાને બાંધકામ સમિતિનાં ચેરમેન તરીકેની જવાબદારી મળતા શ્રી અઢીયાએ ખુશી વ્યકત કરી હતી.

(3:40 pm IST)