Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગોંડલમાં કરાઓકે કોમ્પીટીશન સાથે ગૌરવ સેવા એવોર્ડ એનાયત

રાજકોટ : સાહિત્ય વર્તુળ દ્વારા આયોજીત ઓપન ગોંડલ એલ.જી.જી. કરાઓકે સીંગીંગ કોમ્પીટીશન ૨૦૧૮ ને સંગીત પ્રેમીઓએ ભરપુર પ્રતિસાદ આપ્યો હતો. ગોંડલ ખાતે વિશાઇ હોલમાં યોજાયેલ આ કોમ્પીટીશનમાં વિશાળ સંખ્યામાં સંગીત પ્રેમીઓએ અંત સુધી હાજરી આપીને સ્પર્ધકોને ભરપુર પ્રોત્સાહન પુરૂ પાડેલ હતું વસંત ઇલેકટ્રોનિકસ સુરક્ષા સેતુ સોસાયટી યુરાટોમ સોલાર (ઇ) પ્રા.લી. કાું. ના સહયોગથી કરાઓકે કોમ્પી. માં ભાઇઓના વિભાગમાં અશરફશા શાહમદાર અને યોગેશ સોલંકી તથા ભરતભાઇ તલસાણીયા, બહેનોના વિભાગમાં નેહા કે કોઠીયા અને ડીમ્પીબેન વાડોદરીયા અને જુનિયર વિભાગમાં ખુશીબેન ભટ્ટ અને  રણજીત ડોડીયા વિનર્સ અને  રનર્સઅપ તરીકે વિજેતા થતા તેમને શીલ્ડ ભેટ આપી સન્માનીત કરવામાં આવેલ. ગોંડલની રોટરી કલબ ઓફ ગોંડલને તેમની માનવિય સેવાઓ બદલ અને પરફેકટ કલાસીસવાળા રજનીષ એન. રાજપરાને તેમની શૈક્ષણીક સેવાઓ બદલ વિશિષ્ટ ગોડલ ગૌરવ સેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમ દરમ્યાન ગોંડલના પી.આઇ શ્રી રામાનુજ, પી.એસ.આઇ. જે.બી. મીઠાપરા અને એસ.એમ. રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા. ડો. દિપક વાડોદરીયા, પ્રફુલભાઇ ટોળિયા, જાગૃતભાઇ વૈધ્ય એલ.જી. એરિયા મેનેજર વગેરેના હસ્તે વિજેતાઓને શિલ્ડ અર્પણ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન અંજલી દવેએ કરેલ. સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવામાં હિતેષભાઇ દવે, યોગેશ દવે, વસંતભાઇ પદમાણી, ભાવેશભાઇ ઢોલરીયા, ભાવિન પરમાર એ જહેમત ઉઠાવેલ કોમ્પી. માં નિર્ણાયક તરીકે રાજકોટના તજજ્ઞ પ્રશાંતભાઇ બક્ષી અને પાર્થભાઇ ધોળકીયા એ સેવાઓ આપી હતી.

(3:40 pm IST)