Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મેઘાલયની મહિલા ખેડુત શિબિરમાં રાજકોટના બહેનોની ઉપસ્થિતી

રાજકોટ : તાજેતરમાં મેઘાલય ખાતે મહિલા ખેડુતોની નેશનલ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ૧૨ રાજયોના મહિલા ખેડુતોએ ભાગ લીધો હતો. રાજકોટથી નીતાબેન બારોટ અને ખતીજાબેન લઢાણીએ પણ પર્યાવરણીય વિકાસ કેન્દ્રના તુષાર પંચોલી અને અનિલ બારોટના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. આ પરિષદમાં પરંપરાગત પાકોને જી.એમ.માં કન્વર્ટ નહી કરવા તથા પરંપરાગત ઉગાડવામાં આવતા આવા અનાજ માટે પણ ટેકાના ભાવો જાહેર કરવા માંગણી ઉઠાવવામાં આવી હતી. પરંપરાગત ધાન્યોને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે જોવા સરકારને અનુરોધ કરાયો હતો.

(3:32 pm IST)