Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દ્વારા મ્યુ.કમિશ્નરને સુચન

૪૮ રાજમાર્ગોની તુટેલી ફુટપાથોનો સર્વે કરાઇ વરસાદ પહેલા રીપેરીંગ કરાવો

રાજકોટ તા. ર૦ : નવ નિયુકત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયકાનગડે શહેરના રાજયમાર્ગો ઉપર તુટેલી ફુટ પાથોને વરસાદ પડે તે પહેલા રીપેરીંગ કરાવવા અંગે મ્યુ. કમિશરને સુચન કર્યું છ.ે

આ અંગે ચેરમેન ઉદયભાઇ કાનગડે મ્યુ.કમિશનરશ્રીને જણાવ્યું હતું કે શહેરના તમામ ૪૮ રાજમાર્ગો ઉપર વિજતંત્ર ટેલીકોમ કંપનીઓ ઉપરાંત કોર્પોરેશનના કોન્ટ્રાકટરો દ્વારા ફુટપાથો તોડીને કેબલ વાયર નાખવા ત્થા પેવીંગ બ્લોક નાખવા વગેરેની કામગીરી થઇ રહી છ.ે ત્યારે આવી તુટેલી ફુટપાથોનો સર્વે કરાઇ વરસાદ પડે તે અગાઉ તાત્કાલીક ધોરણે ફુટપાથો ઉપર મેટલીંગ પાથરી રીપેરીંગ કરાવવું જરૂરી છે. જેથી રસ્તા પર કાદવ કીચડની સમસ્યા સર્જાય નહી.

ચેરમેનશ્રીમા આ સુચનને મ્યુ. કમીશનરશ્રીએ માન્ય ાખી સીટી ઇજનેરોને ૪૮ રાજમાર્ગો પર તુટેલી ફુટ પાથોનું રીપેરીંગ શરૂ કરાવવા સુચનાઓ આપી હતી તેમ શ્રી કાનગડે આ તકે જણાવ્યું હતું.

(3:31 pm IST)