Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

પુજારા પ્લોટના વોકળામાં તુટેલો પુલ નવો બનાવાશેઃ ઉદય કાનગડ

કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ કરેલી ફરીયાદનો ગણતરીની મીનીટોમાંજ નિકાલ કરાવતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન

રાજકોટ તા. ર૦ : શહેરના વોર્ડ નં ૧૪માં આવેલ પુજારા પ્લોટ વાળા વોકળાનો તુટેલો પુલ નવો બનાવવા અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે વોર્ડ ઇજનેરને સુચનાઓ આપી હતી. અને આ જર્જરીત પુલ હાલ તુર્ત તાત્કાલીક ધોરણે સમારકામ કરાવી સુરક્ષીત કરાવવા પણ સુચનાઓ આપી હતી.

કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા ત્થા કોર્પોરેટર દિલીપ આસવાણીએ આ બાબતે મ્યુ. કમિશનરને ફરીયાદ કરી હતી. જેની જાણ વોર્ડ નં.૧૪માં કોર્પોરેટર અને નવનિયુકત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનને થતા તેઓએ તાત્કાલીક ધોરણે આ ફરીયાદનો નિકાલ કરાવ્યો હતો.

આ અંગે કોંગી પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ કરેલી ફરીયાદમાં જણાવેલ કે શહેરના વોર્ડ નં. ૧૪માં ભકિતનગર સોસાયટી અને પુજારા પ્લોટને જોડતો જે પુલ હતો તે સંપૂર્ણપણે ધ્વસ્ત થયો છે લાંબા સમયથી જર્જરીત આ પુલ સાવ ભાંગી જતા હાલ ત્યાંથી અવર જવર કરનારા રાહદારીઓ વિદ્યાર્થીઓને ફરજીયાત ૮૦ ફુટ રોડ પર મુખ્ય રસ્તાથી અવર-જવર કરવી પડે છે.

આ વિસ્તાર શૈક્ષણીક ઝોન છે. અને પ થી ૬ સ્કુલોના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ અને પોષ્ટ ઓફીસ કામ અર્થે આવતા નાગરીકો માટે આશીર્વાદ રૂપ હતો આ અંગે કોલ સેંટરમાં સુરેશભાઇ કાચા દ્વારા ફરીયાદો કરવા છતા પુલની મરામત કે નવો પુલ થયેલ નથી તો આ બાબતે તાકીદે યોગ્ય કરવા માંગ છે.(૬.૨૭)

(3:21 pm IST)