Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગોંડલના ઘોઘાવદરમાં બુધવારે સર્વજ્ઞાતિય સમુહલગ્નઃ ૨૩ નવયુગલોના પ્રભુતામાં પગલા

સંત શિરોમણીદાસી જીવણ સાહેબની જગ્યા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા કાલે સંતવાણીઃ કલાકારોને અખંડ જીવણ જયોત કુંભ એવોર્ડથી નવાજાશેઃ કરીયાવરમાં ૯૦ વસ્તુઓ

રાજકોટ,તા.૨૦: સંત શિરોમણી દાસી જીવણ સાહેબ ટ્રસ્ટ તથા સંત શિરોમણી દાસી જીવણ સાહેબની જગ્યા ગૌશાળા ટ્રસ્ટ ઘોઘાવદર દ્વારા આયોજીત મુ.ઘોઘાવદર ખાતે આઠમા સમુહ લગ્નનું આયોજન સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના મેઘાવળ સમાજના આગેવાનોના સહકારથી સૌરાષ્ટ્રના મેઘવાળ સમાજના ૨૩ યુગલના સમુહલગ્નનું આયોજન તા.૨૨ના બુધવારના રોજ કરવામાં આવેલ છે. આ અંતર્ગત કાલે તા.૨૧ના મંગળવારે સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભજનીક મગનભાઈ ચૌહાણ, કિસ્મત ચૌહાણ સંતવાણીના કલાકારોને અખંડ જીવણ જયોત કુંભ એવોર્ડથી નવાજવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે ટ્રસ્ટ દ્વારા જુનાગઢના લીલી પરિક્રમામાં અન્નક્ષેત્ર તેમજ મહાશીવરાત્રીમાં બે જગ્યાએ અન્નક્ષેત્ર તથા હડમતીયાના પાલણ પીરના મેળામાં છેલ્લા ૨૦ વર્ષથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.

આ સમુહલગ્નમાં ૨૩ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં ૯૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. આ પ્રસંગે દીપ પ્રાગટય ગોરધન બાપા, બાંદરા, મનુબાપુ- મેગણી, લઘુ મહંત ત્રીલોકદાસ, ધારાસભ્ય ગોંડલ ગીતાબા જાડેજા, અલ્પેશભાઈ ઢોલરીયા, નૈનીષભાઈ ધડુક, અનીલભાઈ માધડ, શકિતસિંહ જાડેજા, રીબડા, હરદેવસિંહ જાડેજા- રબિડા, હરદેવસિં જાડેજા- રીબડા, અનીલભાઈ વિરજીભાઈ સોલંકી, ખીમજીભાઈ કલાભાઈ, રાજભા જાડેજા તેમજ સંતો- મહંતો નવદંપતી આર્શીવચન પાઠવશે.

આયોજનને સફળ બનાવવા મહંતશ્રી શામળદાસબાપુ, માતાશ્રી શારદામણી તેમજ લઘુ મહંત ત્રીલોકદાસ શામળદાસ, જેન્તીભાઈ પુનાભાઈ પરમાર (મો.૯૭૨૫૬ ૫૨૬૩૦), નારણભાઈ ભલાભાઈ ખીમસુરીયા મોટા મહિકા, મહેન્દ્રભાઈ બાબુભાઈ સોલંકી- ગોંડલ, સતિષભાઈ દીનેશભાઈ સોલંકી- ઘોઘાવદર, નારણભાઈ બગડા- રાજકોટ, દીપકભાઈ ગોવિંદભાઈ- ઘોઘાવદર, ભીખભાઈ જેઠાભાઈ બગડા- અનીડા, ખીમજીભાઈ કલાભાઈ મકવાણા - ગુંદાળા, પ્રેમજીભાઈ ચનાભાઈ સોલંકી- રાજકોટ, દાફડા જેઠાભાઈ ડી- રાજકોટ, પ્રવિણભાઈ બોરીચા- બીલીયાળા તથા કલાકાર તુલસીદાસ ગોંડલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:26 pm IST)
  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST

  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST

  • બિહારના પાલીગંજ અને આરામાં મતદાન દરમ્યાન હિસા :મતદાન અટકાવવામાં આવ્યુ: પાલીગંજમાં મતદાન દરમ્યાન બે જૂથ આમને-સામને: મતદાન કેન્દ્રમાં તોડફોડ access_time 1:34 am IST