Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

શહેર વધુ સ્‍વચ્‍છ બનશે : વધુ પ૦ નવા ટીપરવાન દોડતા થયાઃ લોકાર્પણ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા તા.૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે રૂ.૫.૯૯ કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ ૫૦ મીની ટીપરવાનનું મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના હસ્‍તે કરવામાં આવેલ. કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેલ. આ અવસરે ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સ્‍ટે.કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ.કમિશ્‍નર અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, બાગબગીચા ચેરમેન અનિતાબેન ગોસ્‍વામી, તથા કોર્પોરેટરશ્રી મનીષભાઈ રાડિયા, ચેતનભાઈ સુરેજા, બીપીનભાઈ બેરા, જીતુભાઈ કાટોળીયા, વિનોદભાઈ સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, રવજીભાઈ મકવાણા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, લીલુબેન જાદવ, દેવુબેન જાદવ, મિતલબેન લાઠીયા, પ્રીતીબેન દોશી, અલ્‍પનાબેન દવે, રસીલાબેન સાકરિયા, સોનલબેન સેલારા, વિગેરે ઉપસ્‍થિત રહેલ. આ ટીપરવાન સ્‍વચ્‍છ ભારત મિશન'અંતર્ગત પ.૯૯ કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ ૫ કયુબીક મીટર ક્ષમતાના મીની ટીપર વાહન -  ૫૦ નંગ  ખરીદ કરવાથી શહેરના સફાઇ કામદારો માટે વ્‍હીલબરા કલેકશન કરવાની કામગીરી વઘુ સઘન બનશે. તથા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી વધુ સુ-વ્‍યવસ્‍થિત તથા સરળતાથી થશે.

(5:24 pm IST)